સુરતઃ ટ્રક ચાલકે સ્ટિયરંગ ઉપરનો કાબુ ગુમાવતાં બાઈકને અડફેટે લીધું, એકનું મોત
BY Connect Gujarat24 Dec 2018 12:51 PM GMT
X
Connect Gujarat24 Dec 2018 12:51 PM GMT
ડીંડોલી બ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતના પગલે ટ્રાફિક, ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો
સુરતના ડીંડોલી બ્રિજ પર ટ્રક ચાલકે બાઈક ચાલકન અડફેટે લેતાં તેનું મોત નિપજયુ હતું. ડીડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના ડીંડોલી બ્રિજ પરથી ટ્રક પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતના પગલે બાઈક પર સવાર યુવાનનું મોત નિપજયું હતું. ટ્રક ચાલક સ્થળ પર ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો. ડીંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Next Story