Connect Gujarat
Featured

સુરત : હોમવર્ક બાબતે પુત્રીને ઠપકો આપવાનું માતાને પડયું ભારે, પુત્રીએ ઝેરી દવા પી જીવાદોરી ટુંકાવી

સુરત : હોમવર્ક બાબતે પુત્રીને ઠપકો આપવાનું માતાને પડયું ભારે, પુત્રીએ ઝેરી દવા પી જીવાદોરી ટુંકાવી
X

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેલી અને ધોરણ-10માં અભ્યાસ કરતી છાત્રાને માતાએ હોમવર્ક બાબતે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું લાગી આવતાં તેણે એકાંતમાં જઇ ઝેરી દવા પી લીધી હતી. પુત્રીએ દવા પી લીધી હોવાની જાણ થતાં માતાને થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયાં ટુંકી સારવાર બાદ પુત્રીએ દમ તોડી દીધો હતો..

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી આલોક રેસિડેન્સીમાં ધોરણ-10માં અભ્યાસ કરતી15 વર્ષીય ખુશી પ્રકાશભાઈ પટેલ પરિવાર સાથે રહેતી હતી અને પરિવારની એકની એક દીકરી હતી. પિતા ઝેરોક્ષની દુકાન ચલાવતા હોવાનું અને મૂળ મહેસાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરાયણના રોજ ઓનલાઈન અભ્યાસના હોમવર્ક બાબતે માતાએ સ્કૂલના શિક્ષકને ફોન કરી દીકરીએ હોમવર્ક નથી કર્યું એ ફરિયાદ કરતાં ખુશીને લાગી આવ્યું હતું. ત્યાર બાદ કોઈને પણ જાણ કર્યા વગર ખુશી એકાંતમાં જઈ કોઈ ઝેરી દવા પી ગઈ હતી. ખુશીએ દવા પીધી હોવાની જાણ માતાને થતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યા ટૂંકી સારવાર બાદ ખુશીના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ખુશી પહેલેથી જ ગુસ્સાવાળી અને એકની એક દીકરી હોવાનું પિતાએ જણાવ્યું હતું. ડીંડોલી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Next Story