સુરત રોગચાળો વકર્યો ડીંડોલીમાં યુવકનું કમળા બાદ મોત,મૃત્યુ આંક 12 પર પહોંચ્યો

સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે.ઝાડા ઉલ્ટી ,તાવ ,વાયરલ ફીવર અને અન્ય પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના રોજે રોજ કેસ સિવિલ ,સ્મીમેર હોસ્પિટલ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે.ગત રોજ ઝાડા ઉલટી બાદ કમળો થતા વધુ એકનું મોત નીપજ્યું છે. ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને લીધે અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
સુરત શહેરમાં ઝાડા ઉલટીના અને તાવ કેસો માં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ પાણી જન્ય રોગચાળા થી એક પછી એક ના મોત થઇ રહ્યા છે. અત્યાર સુધી માં સુરત ખાતે 12 લોકોના મોત થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઈ છે. જેમાં તાજેતરમાં માં ડીંડોલી વિસ્તારમાં આવેલ ગણેશ નગરમાં રહેતો 40 વર્ષીય યુવાન દિપક અભિમન્યુ જાદવનું મોત થયું છે. યુવાનને કમળો થતા મોત નીપજ્યું છે.
જોકે મેધરાજા ના વિરામ બાદ શહેરમાં મચ્છર જન્ય રોગે માથું ઉચક્યું છે તંત્ર દ્વારા દવા ચટકાવાની કામગીરી શરુ કરી છે વહીવટી તંત્ર દ્વારા મેડીકલ મોબાઈલ વાન સુવિધા આપીને તમામ ના રીપોર્ટ કરી ચકાચાની હાથ ધરાઈ રહી છે
સુરત નવી સિવિલમાં કમળા ના દર્દી.
જૂન મહિનામાં 111
જુલાઈ મહિનામાં 99
ઓગસ્ટ મહિનામાં 60
કુલ 270
22 દિવસમાં સિવિલ માં
ગેસ્ટ્રો ના 183 દર્દી
મેલેરિયા ના 425 દર્દી
કમળા ના 15 દર્દી
મનપા સર્વે માં
ટાઈફોઈડ ના 29 દર્દી
ડેન્ગ્યુ ના 11 દર્દી નોંધાયા