Connect Gujarat
ગુજરાત

સુરત : ઉકા તરસાડીયા ખાતે મુખ્યમંત્રીના હસ્તે કરાયું મંજૂરી પત્રોનું વિતરણ, હળપતિ અને આદિવાસી સમાજના લોકો રહ્યા હાજર

સુરત : ઉકા તરસાડીયા ખાતે મુખ્યમંત્રીના હસ્તે કરાયું મંજૂરી પત્રોનું વિતરણ, હળપતિ અને આદિવાસી સમાજના લોકો રહ્યા હાજર
X

સુરત જિલ્લાના ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલીબા કેમ્પસ ખાતે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી અને વલસાડ

જિલ્લામાં વસતા હળપતિ સમાજના લોકોના આર્થિક ઉત્કર્ષ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે મંજૂર થયેલા 6 પાયાની સુવિધાઓ તેમજ વિધવા બહેનોને સહાયના મંજૂરી પત્રોનું

વિતરણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં

આવ્યું હતું.

સુરત જિલ્લાના બારડોલી-મહુવા રોડ ઉપર આવેલ માલિબા

કેમ્પસ મેદાન ખાતે દક્ષિણ ગુજરાતના હળપતિ અને આદિજાતિનો મોટો સમૂહ ભેગો કરવામાં

આવ્યો હતો. રાજ્યના મહિલા, બાળ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમનું

આયોજન કરાયું હતું. આ સમારોહમાં હળપતિઓ માટે વિવિધ

પ્રકલ્પો અંગે મ્યુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રક એનાયત કરવામાં આવ્યા હતા.

આદિજાતિ વિભાગના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં

હળપતિઓ અને આદિવાસી સમાજના લોકો હાજર હતા, ત્યારે સરકારની વિવિધ યોજનાઓ અંગે સંબોધન કરતાં મુખ્યમંત્રીએ સરકાર ભ્રષ્ટાચાર વગર કામ કરતી હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી

આવેલ હળપતિ, મહિલા લાભાર્થીઓ પૈકી આવાસના લાભાર્થીઓને

રૂ. ૩૦૧૫ લાખના મંજૂરી પત્રો, ૩૫૫ રસ્તાઓ માટે રૂ.

૧૭૮૭ લાખ, આજીવિકા માટે ૨૧૩૮ લાભાર્થીઓને રૂ. ૩૨૨.૯૪ લાખ, પાણી સુવિધા માટેના ૧૯ સ્થળોએ ૭૪.૭૦ લાખ તેમજ જિલ્લાની ૩૨૯૬ જેટલી બહેનોને ૬૮૨ લાખના મંજૂરી પત્રો મળી રૂ. ૬૦૮૩ લાખની સહાયનું વિતરણ

કરવામાં આવ્યું હતું.

Next Story