Connect Gujarat
Featured

સુરત : લોકડાઉનમાં પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી, ડ્રોન કેમેરાથી રખાઇ ચાંપતી નજર

સુરત : લોકડાઉનમાં પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી, ડ્રોન કેમેરાથી રખાઇ ચાંપતી નજર
X

કોરોના વાયરસ વધુ ફેલાય નહિ તે માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન હોવા છતાં શહેરોમાં કેટલાક લોકોના ટોળા એકત્ર થઈ કિકેટ રમતા હોવાની વ્યાપક ફરિયાદો પોલીસ કંટ્રોલ રૂમમાં આવી હતી, ત્યારે મેઇન રોડ પર પોલીસ બંદોબસ્ત હોય છે, જયારે અંદરના રસ્તામાં પર સોસાયટી અને ગલીઓમાં આવા યુવકોની સામે કાર્યવાહી કરવા માટે શહેર પોલીસે ડ્રોન કેમેરાથી નજર રાખવાનું શરૂ કર્યું છે.

કોરોના વાયરસને કારણે સુરતને લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ સુરતમાં હજુ પણ કેટલાક લોકો આ વાતને ગંભીરતાથી ન લઇ ઘરની બહાર નીકળી રહ્યા છે, ત્યારે સુરત પોલીસે હવે આવા લોકો પર લાલ આંખ કરી ડ્રોન કેમેરાથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વિસ્તારોમાં લોકોના ટોળા દેખાતા પોલીસે પીસીઆર વાન મોકલી ટોળાને દૂર કર્યા હતા. મેઇન રોડ પર પોલીસ બંદોબસ્ત હોય છે, જયારે સોસાયટી અંદરના રસ્તાઓ પર પોલીસ પહોંચી શકતી નથી. એટલે લોકોના ટોળા ઉમટી પડે છે. જેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ડ્રોન કેમેરા થકી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Next Story