Connect Gujarat
ગુજરાત

સુરત : ડ્રગ્સના રવાડે ચઢેલું યુવાધન, 600 ગ્રામ ચરસ સાથે એક આરોપી ઝબ્બે

સુરત : ડ્રગ્સના રવાડે ચઢેલું યુવાધન, 600 ગ્રામ ચરસ સાથે એક આરોપી ઝબ્બે
X

સુરતના મહિધરપુરા વિસ્તારમાં ચરસ વેચવા માટે ફરી

રહેલા એક આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગૃપે 601 ગ્રામ ચરસ સાથે ઝડપી પાડયાં છે.

સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપને બાતમી મળી હતી કે

કેટલાક ઈસમો મહિધરપુરા પોલીસની હદમાં ચરસ વેચવા માટે ફરી રહ્યો છે બાતમીના આધારે

પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં

મહિધરપુરા ખરાદી શેરીના નાકેથી આરોપી ગુલામ રસુલ

ઉર્ફે બબદાના અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ૬૦ હજારની

કિમતનો ૬૦૧ ગ્રામ ચરસ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે આ

ચરસ વડોદરાના મુકુન બાપુ પાસેથી ખરીદયું હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેને

વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Next Story