Connect Gujarat
Featured

સુરત : બનેવીએ સાળી પાસે મુંબઇથી મંગાવ્યું ડ્રગ્સ, પણ જુઓ રેલ્વે સ્ટેશન પર શું થયું

સુરત : બનેવીએ સાળી પાસે મુંબઇથી મંગાવ્યું ડ્રગ્સ, પણ જુઓ રેલ્વે સ્ટેશન પર શું થયું
X

બોલીવુડમાં ડ્રગ્સકાંડના પડઘા હજી ગુંજી રહયાં છે તેવામાં સુરત એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ કરી છે.

સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગૃપે 19.79 લાખના 197.94 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે એક મહિલાને સુરત રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં આ ડ્રગ્સ મહિલાના બનેવીએ મંગાવ્યું હતું. અને તેને આ ડ્રગ્સ મુંબઈ ખાતે રહેતા સોનું નામના ઈસમેં આપ્યું હોવાની વિગતો બહાર આવી છે.

એસ.ઓ.જી.ની ટીમને બાતમીમળી હતી કે એક મહિલા ટ્રેનમાં એમ.ડી. ડ્રગ્સ લઈને સુરત આવી રહી છે. બાતમીના આધારે પોલીસે રાત્રે 2.30 વાગ્યે સુરત રેલ્વે સ્ટેશન સામે વોચ ગોઠવી હતી. સુરત રેલવે સ્ટેશન બહાર યાસ્મીનબાનુ ઉર્ફ મન્ના કાદરિયા શેખ આવતા પકડી લીધી હતી. પોલીસે તેની ઝડતી લેતા તેની પાસેથી 197.94 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની કિંમત 19.79 લાખ રૂપિયા થાય છે. પોલીસે તેની પાસેથી ફોન અને ડ્રગ્સ કબજે કર્યું હતું.

પુછપરછમાં તેણીએ જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ તેના બનેવી મોહમ્મદ સાજીદ સલીમ કુરેશીએ મુંબઈથી મંગાવ્યું હતું. તે ડ્રગ્સ લેવા મુંબઈ ગઈ હતી. ત્યાંથી આરોપી સોનુએ તે ડ્રગ્સ આપ્યું હતું. અહીં તે ડ્રગ મો.સાજીદને આપવા માટે જતી હતી. આ ઘટનામાં પોલીસે ડ્રગ્સ આપનાર મુંબઈ ખાતે રહેતા સોનું અને ડ્રગ્સ મંગાવનાર મોહમ્મદ સાજીદ સલીમ કુરેશીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story