Connect Gujarat
ગુજરાત

સુરતઃ ઉમરવાળા EWS આવાસનાં અનેક ઘરોને સીલ કરાયા

સુરતઃ ઉમરવાળા EWS આવાસનાં અનેક ઘરોને સીલ કરાયા
X

લીંબાયત ઝોનના અધિકારીઓએ પોલીસને સાથે રાખી ઘરોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી

સુરત મનપા દ્વારા ઉમરવાળા EWS આવાસમાં વર્ષ 2002થી ફાળવાયેલા આવાસના ઘરોના બાકી હપ્તા પેટે લીંબાયત ઝોનની પાલિકાની ટીમે પોલીસને સાથે રાખી આવાસના ઘરોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાંજ સુધી હપ્તાના નાણાં ભરાય જશે તો પાલિકા દ્વારા શીલ ખોલી દેવાશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી.

સુરતના ઉમરવાળામાં વર્ષ 2002માં EWS આવાસમાં 512 ફલેટ બનાવવમાં આવ્યા હતાં. આ ફલેટમાં રહેવા માટે દર મહિને 482 રૂપિયા લેખે હપ્તો ચુકવી ફલેટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2002થી અત્યાર સુધી ફલેટમાં રહેનારા લોકો દ્વારા કોઈ હપ્તો ન ભરાતા પાલિકા એકશનમાં આવી હતી. પાલિકાએ વર્ષ 2002થી ફલેટના બાકી પડતાં નાણાં માટે આજે લીંબાયત ઝોનના ટીમ અધિકારીઓએ ફલેટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મનપાએ EWS આવાસમાં ફાળવાયેલા આવાસોના હપ્તા નહીં ભરાતા આવાસના કેટેલાય ઘરોને શીલ કરી દીધા હતાં. આવાસમાં ઘરોના બાકી હપ્તા અંગે લોકોએ પાલિકા કર્મીઓ પાસે લાઈન લગાવી દીધી હતી. જો ઘરમાં રહેતા લોકો દ્વારા સાંજ સુધીમાં હપ્તો ભરી દેવામાં આવશે તો પાલિકા દ્વારા શીલ ખોલી દેવામાં આવશે.

Next Story