Connect Gujarat
Featured

સુરત: ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો આવ્યો વારો, કારણ બન્યું APMC માર્કેટ..!

સુરત: ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો આવ્યો વારો, કારણ બન્યું APMC માર્કેટ..!
X

લોકડાઉનના કારણે કેળા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે પડતા પર પાટું હોય તેમ પ્રશાશન દ્વારા APMC માર્કેટ પણ બંધ કરવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

લોકડાઉનનો આજે ૧૩મો દિવસ. ખાસ કરીને લોકડાઉનને મહદઅંશે સફળતા તો મળી છે. પરંતુ જગતના તાતને લોકડાઉનનું ગ્રહણ લાગ્યું છે. એક તરફ શેરડી કાપતા મજુરોની હિજરતથી સુગર મિલો મુસીબતમાં છે, ત્યારે બીજી તરફ લોકડાઉનની અસર કેળા પકવતા ખેડૂતોને પણ એટલી જ તકલીફ આપી રહી છે. ખેતરમાં કેળાનો તૈયાર પાક હોવા છતાં ખેડૂતોની નજરની સામે પાક બગડી રહ્યો છે. સમયસર કેળાના પીલા પરથી પાક ઉતારવામાં નહી આવે તો, પીલા પણ વચ્ચેથી ભાંગી જશે. ઉપરાંત સુરત APMC પણ સદંતર બંધ કરાતા ખેડૂતો હવે પાકને માર્કેટ પણ પહોચાડી શકે તેમ નથી, ત્યારે સમગ્ર સુરત અને તાપી જીલ્લામાં હાલ ૯૦૦ એકર જેટલી જમીનમાં કેળાનો પાક ઉભો છે અને ૧૦ દિવસમાં કાપણી નહી કરવામાં આવે તો સમગ્ર પાક નિષ્ફળ થઇ જશે. જેમાં ખેડૂતોને ભારે નુકશાન થશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story