Connect Gujarat
ગુજરાત

સુરતઃ સગી પુત્રીઓ ઉપર દુષ્કર્મ આચરનાર પિતાની પોલીસે કરી ધરપકડ

સુરતઃ સગી પુત્રીઓ ઉપર દુષ્કર્મ આચરનાર પિતાની પોલીસે કરી ધરપકડ
X

પત્નીએ પોતાની પુત્રીઓ સાથે થયેલી પતિનિ હરકતો નજરે જોતાં પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગા પિતા પર પોતાની બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. દુષ્કર્મ આરોપમાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. તો લોકોએ આવા નરાધમ પિતા સામે ભારે ફિટકાર વરસાવ્યો હતો.

સુરત પાંડેસરા વિસ્તરમાં આવેલા વિનાયક નગરમાં રહેતી પરિણીતાએ 40 વર્ષીય તેના પતિ વિરુદ્ધ સગી પુત્રીઓ સાથે દુષ્કર્મ આચારવાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં કરી છે. ફરિયાદમાં પુત્રીઓની માતાએ જણાવ્યું છે રાત્રીના સમયે તેની 12 અને 13 વર્ષીય પુત્રી ઘરમાં કેરમ રમતી હતી. તે સમયે પતિ ઘર નજીક આવ્યો અને ઘરમાં જય સુઈ જશે એમ માની ઘરની નજીકમાં દાગા કટિંગ કામ કરી રહી હતી. દરમિયાન ઘરમાંથી પુત્રીઓની બુમાબુમનો અવાજ આવતા ઘરમાં દોડી ગઈ હતી. દરમિયાન ઘરની અંદરના દ્રશ્ય જોયને હું ચોકી ઉઠી હતી. નરાધમ પિતાએ મોટી પુત્રીને શારીરિક અડપલાં અને નાની પુત્રી સાથે મુખ મૈથુન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

પોતાની સગી મોટી પુત્રીને શારીરિક અડપલાં અને નાની પુત્રી સાથે મુખ મૈથુન કરાવતાં જોઈ જતાં માતાએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. પોલીસને જાણ કરતા નરાધમ પિતા ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી પિતાની સ્થાનિક વિસ્તારમાંથી ધરપકડ કરી વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે.

Next Story