Connect Gujarat
Featured

સુરત : એસિડ એટેકના ગુનામાં જેલમાં રહેલાં પિતા બચી ગયેલાં સંતાનોને આપી રહયો છે ધમકી

સુરત : એસિડ એટેકના ગુનામાં જેલમાં રહેલાં પિતા બચી ગયેલાં સંતાનોને આપી રહયો છે ધમકી
X

સુરતની લાજપોર જેલમાં ચાલતી લાલીયાવાડીનો પર્દાફાશ થયો છે. પત્ની તથા બે સંતાનો પર એસિડ એટેક કરવાના ગુનામાં જેલમાં રહેલાં આરોપી પતિ સમાધાન કરવા માટે જેલમાંથી જ ફોન કરી સમાધાન માટે ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.


સુરતના વરાછા વિસ્તારની અર્ચના સ્કુલ પાસે આવેલી હરીધામ સોસાયટીમાં વર્ષ 2019ની 8મી ઓગસ્ટએ હત્યારા પતિ છગન વાળા ઉંઘી રહેલી પત્ની તથા પોતાની દીકરા અને દીકરી પર એસિડ છાંટી ફરાર થઇ ગયો હતો. 20 દિવસની સારવાર બાદ પત્નીનું મોત થઇ ચુકયું હતું. જયારે પુત્ર અને પુત્રીઓ દાઝી ગયાં હતાં. પુત્ર ભાર્ગવનો ચહેરો અને શરીર એસિડના કારણે ખરાબ થઇ ગયું છે. ભાર્ગવે હિમંત હાર્યા વિના પોતાનું ભણતર ચાલુ રાખી આજે એમબીબીએસની ડીગ્રી મેળવી છે. ફરાર થઇ ગયેલો પિતા હાલ લાજપોરની જેલમાં કેદ છે. પરિવાર પર હુમલો કરીને તે જુનાગઢ ત્યાંથી અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, પુણે, હરિદ્વાર, અને છેલ્લે મુંબઈથી સુરત આવ્યો હતો. તમામ જગ્યાએ તે રેલવે સ્ટેશન પર જ સૂઈ જતો હતો. હરિદ્વાર ખાતે પોતાના પાપ ધોવા માટે ગંગામાં સ્નાન પણ કર્યુ હતું. પૈસા ખૂટી જતા તેણે જૂનાગઢમાં સોનાની વીંટી વેચી નાખી હતી.,પરંતુ આખરે પોલીસના હાથે ઝડપાય ગયો હતો.

હવે તે જેલમાંથી ફોન કરી ને પુત્ર ભાર્ગવ પર દબાણ લાવી રહ્યો છે કે સમાધાન કરો જેથી પિતા બહાર નીકળી શકે પરંતુ આ પરિવાર હવે પિતા સાથે વાત પણ નથી કરવા માંગતા. લાજપોર જેલમાં રહેલો છગન વાળા મોબાઇલ ફોન ઉપરથી પણ કોલ કરતો હતો . પુત્ર ભાર્ગવ ઉપરાંત પુત્રી પ્રવિણા તથા અલ્પાના વેવાઈ અને મોટા ભાઇને પણ ફોન કરી સમાધાન કરવા માટે કોલ કરતો હોવા બાબતે ભાર્ગવે કેસની સુનવણી દરમિયાન કોર્ટનું ધ્યાન દોર્યું હતું . જે ત્રણ મોબાઇલ નંબર ઉપરથી ફોન આવતા હતા તે નંબર કોર્ટમાં આપતાં પોલીસ સફાળી જાગી હતી.જેલમાં બિનધાસ્ત ચાલી રહેલા નેટવર્કની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવતાં તેમણે આ નંબર પૈકી એક નંબરની કોલ ડિટેઇલ કઢાવતાં આ નંબર ઉપરથી જેલમાં બંધ એમ.ડી. ડ્રગ્સના ડિલર ઈસ્તિયાઝ ઉર્ફે મુન્ના ઈસ્માઇલ શેખ તેના પરિવાર ના સભ્યો સાથે નિયમિત વાત કરતો હતો . તે ઉપરાંત હત્યાનો આરોપી બબલુ મોરેશ્વર તાયડે પણ તેના સંબંધીઓ સાથે વાત કરતો હતો . ઢીંગલી ફળિયાના ગુલામ સાબીર ઉર્ફે સમીર સલીમ કુરેશી પણ તેનો ઉપયોગ કરતો હતો અને તેની બહેન જ આ સીમકાર્ડ આપી ગઈ હોવાની બહાર આવેલી વિગતો વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે ચારેય વિદ્ધ ગુનો નોંધ્યો છે..

Next Story