Connect Gujarat
ગુજરાત

સુરત : પિતાએ પુત્રીની મોપેડમાં ચાંપી આગ, મોપેડ ચલાવવા પિતાએ કરી હતી મનાઈ

સુરત : પિતાએ પુત્રીની મોપેડમાં ચાંપી આગ, મોપેડ ચલાવવા પિતાએ કરી હતી મનાઈ
X

સુરતના રાંદેર વિસ્તારમાં પિતાએ જ પુત્રીની મોપેડ સળગાવી નાખવાની ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પુત્રીને મોપેડ ચલાવવા માટે ના કહી હતી. છતાં પુત્રીએ પિતાની વાત ન માની મોપેડ ચલાવતા ઉશ્કેરાયેલા પિતાએ જાહેર માર્ગ પર મોપેડમાં આગ ચાંપી હતી

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, પિતાએ પુત્રીને મોપેડ ચલાવવા માટે ના કહેવા છતાં પુત્રી ન માની. ત્યારે ઘુસ્સાથી ઉશ્કેરાયેલા પિતાએ મોપેડમાં આગ ચાંપી હતી. જાહેર માર્ગ પર ભળકે બળતી મોપેડને જોઇને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ તેઓ આવે તે પહેલા જ મોપેડ બળીને ખાક થઈ ગઈ હતી. તો બીજી તરફ દીકરીના પિતા દ્વારા સામાન્ય બાબતને લઈ બાઈક સળગાવી નાખતા લોકોએ પિતાના આક્રોશને અયોગ્ય ગણાવ્યો હતો. હાલ રાંદેર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story