Connect Gujarat
ગુજરાત

સુરત : જાહેરમાં કરી મારામારી, સામાન્ય અકસ્માત થતાં વાહનચાલકો વચ્ચે થઈ હતી બોલાચાલી

સુરત : જાહેરમાં કરી મારામારી, સામાન્ય અકસ્માત થતાં વાહનચાલકો વચ્ચે થઈ હતી બોલાચાલી
X

વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાઇરલ

સુરત શહેરના કોઝ-વે રોડ પર સ્કૂલ વાન ચાલક અને બાઈક ચાલક વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહનચાલકો વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. નજીવી બાબતે થયેલ બોલાચાલી બાદ બન્નેએ જાહેરમાં મારામારી કરી હતી. જે દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

સુરત શહેરના કોઝ-વે રોડ પર જાહેરમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. બે વાહનો વચ્ચે સામાન્ય અકસ્માત થતાં તેના ચાલકો જાહેરમાં એકબીજાને મારવા લાગ્યાં હતાં. નજીવી બાબતે બાઈક ચાલક અને સ્કૂલ વાન ચાલક વચ્ચે વિવાદ સર્જાયો હતો. માર્ગ પર લોકો હાજર હોવા છતાં બન્નેએ એકબીજાને ઢીકાપાટુનો માર માર્યો હતો. થોડી ક્ષણો બાદ સમગ્ર મામલો શાંત થઈ ગયો હતો. પરંતુ ત્યાં હાજર કોઈ રહાદરીએ તેના મોબાઈલ કેમેરામાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કાર્યો હતો.

Next Story