Connect Gujarat
Featured

સુરત : કાપડ મિલમાં ભીષણ આગ લાગતાં 4 કામદારોનું કરાયું રેસક્યું, ફાયર વિભાગે “બ્રિગેડ કોલ” કર્યો જાહેર

સુરત : કાપડ મિલમાં ભીષણ આગ લાગતાં 4 કામદારોનું કરાયું રેસક્યું, ફાયર વિભાગે “બ્રિગેડ કોલ” કર્યો જાહેર
X

સુરત શહેરના એ.કે. રોડ પર આવેલ એક કાપડની મિલમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગના પગલે આસપાસના લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. મિલમાં કામ કરી રહેલા 4 શ્રમિકોનું રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના એ.કે. રોડ પર અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ નજીક લબ્ધિ કાપડ મિલમાં અચાનક જ આગ લાગી હતી. જોકે ભીષણ આગના કારણે આસપાસના વિસ્તારમાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં ફાયર ફાઇટરોએ સૌપ્રથમ મીલમાં કામ કરતાં કામદારોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 4 જેટલા શ્રમિકોનું રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ચારેય વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, ત્યારે હાલ તો લબ્ધિ કાપડ મિલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટ થયું હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર ફાઇટરોએ ભારે જહેમત સાથે આગ પર કાબૂ મેળવવા માટેની કવાયત હાથ ધરી છે. જોકે આગની ગંભીરતાને જોતા ફાયરબ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે.

Next Story