Connect Gujarat
Featured

સુરત : ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં ફાટી નીકળી અચાનક ભીષણ આગ, ફાયર વિભાગે દર્દીઓનું કર્યું રેસક્યું

સુરત : ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં ફાટી નીકળી અચાનક ભીષણ આગ, ફાયર વિભાગે દર્દીઓનું કર્યું રેસક્યું
X

સુરતના અઠવા ગેટ ખાતે આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં હોસ્પિટલમાં આગ લાગવાની સાથે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

સુરત શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલના પહેલા માળે આવેલ સર્વર રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સહિત કર્મચારીઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને સહી સલામત બહાર કાઢી અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં 50થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, ત્યારે તમામ દર્દીઓનું રેસક્યું કરી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સમગ્ર બનાવના પગલે મનપાના મેયર, ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે હાલ તો આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઇ પણ પ્રકારની જાનહાની ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story