Connect Gujarat
Featured

સુરત : પાલનપુર પાટિયા નજીક દુકાનમાં આગ ભભૂકી ઉઠી, ફાયર વિભાગ દોડ્યું

સુરત : પાલનપુર પાટિયા નજીક દુકાનમાં આગ ભભૂકી ઉઠી, ફાયર વિભાગ દોડ્યું
X

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક રાજસ્થાન પ્લાસિક સેલ નામની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દુકાનમાં રહેલો તમામ માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

સમગ્ર બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Next Story