Connect Gujarat
ગુજરાત

સુરત: પરિણીતાના ચરિત્ર પર માસી સાસુ અને તેના પરિવારજનો એ શંકા કરતા કર્યું અગ્નિસ્નાન

સુરત: પરિણીતાના ચરિત્ર પર માસી સાસુ અને તેના પરિવારજનો એ શંકા કરતા કર્યું અગ્નિસ્નાન
X

સુરતમાં એકબાદ એક પરિણીતા અમાનુષી અત્યાચારનો ભોગ બની મોતને ભેટી રહી છે.ગઈકાલે સંતાન પ્રાપ્તિ ન થતા પરિણીતાને પતિએ ભુવા પાસે ડામ અપાવ્યા,જે પીડા સહન ન થતા પરિણીતાએ આપઘાત કર્યો હતો. ત્યાં આજે અડાજણ વિસ્તારમાં પરિણીતાના ચરિત્ર પર શંકા કરતા પરિણીતાને લાગી આવતા અગ્નિસ્નાન કરી મોતને વ્હાલું કર્યું હતું.. આ બંને ઘટના માં પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી સ્નેહલ નાયકાએ અગ્નિસ્નાન કરી મોતને વ્હાલું કરી લીધું હતું. જેનું કારણ ચોંકાવનારું હોવાનું જાણવા મળ્યું છે. તેના માસી સાસુ અને તેના પરિવારજનોએ પરિણીતાના ચરિત્ર પર શંકા કરી બદનામ કરવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત પરિણીતા સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી. પરિણીતા સ્નેહલે થોડા દિવસ સુધી સહન કર્યું પરંતુ વારંવાર અત્યાચાર કરવાનું ચાલુ રહેતા અંતે પરણિતા સ્નેહલ થી રહેવાયું નહીં અને મોતને વ્હાલું કરવાનું નક્કી કર્યું. સ્નેહલ નાયકાએ પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. દરમ્યાન સ્નેહલ નાયકા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

જોકે ઘટના ની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક એકશનમાં આવી હતી અને જવાબદાર આરોપીઓની ધરપકડ કરી હતી,જેમાં સ્નેહલના મોત પાછળ જવાબદાર માસી સાસુ સહિત ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

મૃતક ના પરિવાર જનો એ સ્નેહલ પર થતા અમાનુષી અત્યાચારની બીના વર્ણવતા જણાવ્યું હતું કે આરોપીઓને સખત સજા થવી જોઈએ.તો બીજીતરફ અડાજણ પોલીસે કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી તેમની કડક પૂછપરછ કરી રહી છે. સમાજમાં પ્રવર્તી રહેલા દુષણને ડામવા માટે અડાજણ પોલીસે તમામ સંયોગીક પુરાવા એકત્રિત કરવામાં હાલ તો જોતરાઈ છે સાથોસાથ અન્ય કોઈ આરોપી આ ઘટનામાં સંડોવાયા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Next Story