Connect Gujarat
ગુજરાત

સુરત : પુણા કુંભારીયા રોડ પર આવેલ રઘુવીર સેલિયમ માર્કેટમાં લાગી ભીષણ આગ

સુરત : પુણા કુંભારીયા રોડ પર આવેલ રઘુવીર સેલિયમ માર્કેટમાં લાગી ભીષણ આગ
X

સુરતના પુણા કુંભારીયા રોડ પર આવેલ રઘુવીર સેલિયમ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી બેકાબૂ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા શહેરમાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત શહેરના પુણા કુંભારીયા રોડ પર આવેલ રઘુવીર સેલિયમ કાપડ માર્કેટમાં વહેલી સવારના ભીષણ આગની ઘટના બની છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દોડધામ મચી ગઈ છે. આગની ઘટનાને પગલે શહેરમાં બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. આગે ભયંકર સ્વરૂપ ધારણ કરતાં આગ બેકાબૂ બની ગઈ છે. 7 માળની માર્કેટ બિલ્ડીંગ આખી આગની ચપેટમા આવી ગઈ છે.

ફાયર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી શહેરની તમામ ફાયરની ગાડીઓને ઘટના સ્થળે બોલાવી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરાઈ છે. ફાયર ટિમ દ્વારા 3 હાઇડ્રોલિક ક્રેનથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા પણ આજ માર્કેટમાં આગ લાગી હતી. અને આજે ફરી આ માર્કેટમાં ભયાનક આગ ફાટી નીકળી છે. દિવસ દરમિયાન માર્કેટમાં ભારે ભીડ જોવા મળે છે વહેલી સવારે આગ લાગતા મોટી દુર્ઘટના બનતા અટકી છે. આગના કારણે માર્કેટમાં રહેલ સામાન બળીને રાખ થઈ જતાં ભારે નુકસાન થયું છે. હાલ તો શહેરની તમામ ફાયરની ટીમ બેકાબુ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસોમાં લાગી છે.

Next Story