Connect Gujarat
ગુજરાત

સુરત : શહેરમાં કાયદાના ખોફ વિના બેફામ બનતા ગુનેગારો, ધોળા દિવસે સરાજાહેર ફાયરિંગની ઘટના

સુરત : શહેરમાં કાયદાના ખોફ વિના બેફામ બનતા ગુનેગારો, ધોળા દિવસે સરાજાહેર ફાયરિંગની ઘટના
X

સુરતના લીંબાયત વિસ્તારમાં ફાયરીંગની ઘટના બની હતી અંગત અદાવતમાં યુવાન પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જો કે, મિસ ફાયર થઇ જતા યુવાનનો બચાવ થયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો .

સુરતના લીંબાયત વિસ્તારમાં ગુનેગારોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ના રહ્યો હોય તેમ બિન્દાસપણે ગુનાને અંજામ આપી રહ્યા છે. આવી જ એક વધુ ઘટના લીંબાયત વિસ્તારમાં બની છે જેમાં ધોળા દિવસે ફાયરીંગ કરી બે ઈસમો ફરાર થઇ ગયા હતા. લીંબાયત વિસ્તારમાં આવેલા સંજય નગર પાસે વિશાલ ઉર્ફે ક્રિષ્ના વાઘનામના ઈસમો પર બાઈક પર આવેલા સાગર ઉર્ફે મન્યો ડુક્કર અને બારકુ પાટીલ નામના ઇસમેં ફાયરીંગ કર્યું હતું જો કે મિસ ફાયર થઇ જતા યુવાનનો બચાવ થયો હતો. ધોળા દિવસે ફાયરીંગની બનેલી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે .

અત્રે ઉલ્લેખનીય છે કે ફાયરીંગની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે. લીંબાયત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો અને ગુનેગારો બેફામ બન્યા છે. ત્યારે પોલીસ આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે .

Next Story