Connect Gujarat
ગુજરાત

સુરત : બે મહિનાથી બંધ સુરત- ભોપાલની ફલાઇટ ફરી શરૂ કરાશે

સુરત : બે મહિનાથી બંધ સુરત- ભોપાલની ફલાઇટ ફરી શરૂ કરાશે
X

સુરત અને ભોપાલ વચ્ચે બે મહિનાથી

બંધ થયેલી ભોપાલની ફલાઇટને 15મી મેથી ફરી શરૂ કરવામાં આવશે. ઇન્ડીગોની ફલાઇટ કલકત્તાથી

ભોપાલ થઇને સુરત આવશે.

આગામી 15 મે થી

સુરત-ભોપાલ વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ થશે અગાઉ સ્પાઇસ જેટ દ્વારા સુરત ભોપાલ

ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી પરંતુ મુસાફરોનો નબળો પ્રતિસાદ મળતા બે મહિનામાં જ

આ ફ્લાઇટ બંધ થઈ ગઈ હતી. હવે ઈન્ડિગોની ફ્લાઇટ કલકત્તાથી ભોપાલ થઈ સુરત

આવશે. આગામી દિવસોમાં એરલાઇન કંપની ઇન્ડીગો સુરતથી વધુ નવા રૂટની જાહેરાત કરી શકે

છે. ઇન્ડીગો આ સેકટરમાં વધારે મુસાફરોનું વહન કરી શકે તેવા વિમાન મુકવા પણ જઇ રહી

છે. બે મહિનાથી બંધ ભોપાલની ફલાઇટ ફરી શરૂ થતાં ગુજરાત અને મધ્યપ્રદેશના મુસાફરોને

રાહત સાંપડશે.

Next Story
Share it