સુરત: ઊડી ઊડી જાય… ગીત બન્યું પતંગરસિયાઓ માટે ફેવરિટ, સુરતિલાલાઓએ આસમાન ગુંજવ્યું!

0
168

ગુજરાતની ઓળખ સમા ઉતરાયણ પર્વની રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે. તેવામાં સુરતલાલાઓએ પણ મોજપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી રંગાઈ ગયું હતું. પતંગરસિયાઓને સવારથી જ મોજ પડી ગઈ હતી. હળવી ઠંડીની વચ્ચે ગીતોના લલાટે મકાનની છતો પર સુરતીઓ ઝૂમી ઉઠ્યા હતા.

દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં માહિર એવા સુરતીલાલાઓએ ઉતરાયણ પર્વની પણ ધામધૂમથી ઉજવણી કરી હતી. પતંગ ચગાવવા મકાનની છત પર પહોંચી ગયેલા યુવા હૈયાઓએ વહેલી સવારથી જ ડીજેના તાલે આકાશને ગુંજવી ઉઠ્યું હતું. સુરતવાસીઓ બોલીવૂડ અને ગુજરાતી ફિલ્મોના ગીતો સાથે ધાબાઓ પર ઝૂમી ઉઠ્યા હતા. પતંગ કપાતા જ લપેટ અને કાઇપો છે ની ચીચીયારીઓ જોવા મળી રહી હતી. ઉડી ઉડી જાય..ગીત આ વખતે ઉતરાયણમાં પતંગ રસિયાઓનું ફેવરીટ ગીત બની ગયું હોય તેમ દરેક મકાનની છત સાંભળવા મળ્યું હતું. સુરતીઓએ ઉતરાયણને ઉજવવા દિવસ ભરના ખાવા પીવાની વ્યવસ્થા છત પર જ કરી રાખી છે. બપોરના ઉંધીયાથી લઈને જલેબી, ફાફડા, તલ ગોળના લાડુ અને ચીકી સાથે સુરતીઓએ છત પર ધામા નાખ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here