Connect Gujarat
Featured

સુરત: ઠગ ટોળકીએ યસ બેન્ક સાથે કરી છેતરપિંડી, પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો,જુઓ શું છે મામલો

સુરત: ઠગ ટોળકીએ યસ બેન્ક સાથે કરી છેતરપિંડી, પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો,જુઓ શું છે મામલો
X

સુરતમાં મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલ વાહનોને હયાત બતાવી કરોડોની લૉન મેળવી લેનાર 5 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે ભેજાબાજોએ અલગ-અલગ 53 લોન પર રૂપિયા 8.64 કરોડની લોન લઈ 5.25 કરોડ ની ભરપાઈ નહીં કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

સુરતમાં અશોક લેલન,ટાટા કંપનીની મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલ વાહનોને હયાત બતાવી બોગસ દસ્તાવેજો ઉભા કરી જુદી જુદી 53 લોન મંજૂર કરી 8.64 કરોડનું કૌભાંડ આચરવામાં હતું આરોપી એ શરૂઆતના નિયમિત હપ્તા ભરપાઈ કર્યા હતા બાદમાં બાકીના 5.25 કરોડના હપ્તા નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી બનાવને લઇ બેંકના મેનેજરે 20 ઠગબાજો સામે પોલીસ ફરિયાદ નોધાવી હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી કામરેજ વાલક પાટિયા રહેમ નગરમાં રહેતો ઈશોદ પઠાણ સહિત 35 વર્ષીય ઇમરાન પઠાણ,શહેરના મોટા વરાછા ખાતે આવેલ સોના એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષીય કપિલ કોઠીયા,વરાછા ચીકુવાડી મિલન સોસાયટીમાં રહેતા 36 વર્ષીય શૈલેષ જાદવ અને સીમાડા વ્રજરાજ રેસિડેન્સીમાં રહેતા 40 વર્ષીય મુકેશ સોજીત્રાની ધરપકડ કરી છે . આરોપીએ ઓગસ્ટ 2016 થી 2018 દરમિયાન પોતાની માલિકીના બોજા વગરના ધંધાકીય વાહન યુઝ કોમર્શિયલ વ્હીકલ લોન મેળવવા માટે યસ બેન્કમાં અરજી કરી હતી યસ બેન્ક દ્વારા લોનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી રૂપિયા 8.64 કરોડ 53 લૉન પર આપ્યા હતા. આરોપીઓએ લોન લીધા બાદ ફેબ્રુઆરી 2018 સુધી બેંકને નિયમિત પણે હપ્તા ચૂક્યા હતા બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું બેંકની વિજિલન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી વિજિલન્સની તાપસ અને ઓડિટમાં લોન ધારકોએ લોન મેળવવા રજૂ કરેલા દસ્તાવેજો વાહનો ન હોવા છતાં ખોટા ઉભા કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું

પોલીસ તપાસમાં અશોક લેલન અને ટાટા કંપની માંથી ખાતરી કરાવતાં લેલન કંપની 48 માંથી બે ગાડીઓ તેમના દ્વારા મેન્યુફેક્ચર થઈ હતી અને ટાટા કંપનીની પાંચ ગાડીમાંથી માત્ર એક પણ ગાડી મેન્યુફેક્ચર થઈ નહીં હોવાનો ખુલાસો થયો હતો હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી 22 મી તારીખ સુધી રિમાન્ડ પર મેળવ્યો છે અન્ય આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

Next Story