Connect Gujarat
Featured

સુરત : નોકરી આપવાના બહાને ઠગબાજ ટોળકીએ લોકો પાસેથી પચાવ્યા લાખો રૂપિયા

સુરત : નોકરી આપવાના બહાને ઠગબાજ ટોળકીએ લોકો પાસેથી પચાવ્યા લાખો રૂપિયા
X

સુરત શહેરમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવી લેનાર ઠગબાજ ટોળકી પોલીસના હાથે ઝડપાઇ જવા પામી છે. જેમાં અઠવા પોલીસે 3 આરોપીઓ પાસેથી રૂ. 6.89 લાખ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકોને નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવવામાં આવી રહ્યા હતા. જેમાં ઠગબાજો દ્વારા હિન્દુસ્તાન કોન્ટ્રાક્ટર નામની એજન્સી શરૂ કરવામાં આવી હતી. જેમાં રિલાયન્સ અને ઓએનજીસી જેવી મોટી કંપનીઓમાં લોકોને નોકરી આપવાના નામે યુવાનો સાથે કુલ રૂ. 7.89 લાખની ઠગાઈ થઈ હતી.

સમગ્ર મામલે અઠવા પોલીસ મથકે રૂ. 7.89 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે રૂ. 7.89 લાખ પડાવી લેનાર ઠગબાજ મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી છે. અઠવા પોલીસે એજન્સીના માલિક શ્રવણકુમાર રામદાસ બંસલની ધરપકડ કરી ત્રણેય આરોપીઓ પાસેથી રૂ. 6.89 લાખ રિકવર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story