Connect Gujarat
Featured

સુરત: ફ્રેટ કોરિડોરની કામગીરીના કારણે સીયાલજ ગામના ખેડૂતો મુશ્કેલીમાં, જુઓ શું છે કારણ

સુરત: ફ્રેટ કોરિડોરની કામગીરીના કારણે સીયાલજ ગામના ખેડૂતો મુશ્કેલીમાં, જુઓ શું છે કારણ
X

ફ્રેટ કોરીડોરને લઇ માંગરોળ તાલુકાના સીયાલજ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ફ્રેટ કોરીડોરના કામને લઇ ખાડી બ્લોક કરી દેવાતા સીયાલાજથી કોસંબા જતા લો લેવલ બ્રીજ પર પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ ખાડી ઉભરાતા કેટલાક ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભૂસી ગયા છે.

હાલ અમદાવાદ થી મુંબઈ વચ્ચે ફ્રેટ કોરીડોરની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. આ ફ્રેટકોરીડોરને લઇ ટ્રાન્સપોટેશન સરળ થઇ જશે પરંતુ આ કામગીરી કેટલાક લોકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહી છે. માંગરોળ તાલુકાના સીયાલજ ગામના ખેડૂતોની ફ્રેટ કોરીડોરને કારણે હાલત કફોડી બની છે. સીયાલજ ગામના ખેડૂતોના ખેતરના પાણી તેમજ નવાપુરા, મોટાબોરસરા, પાલોદ, પીપોદરા સહીત ઓદ્યોગિક એકમોના ગંદા અને કેમિકલ યુક્ત પાણી ખાડીમાં થઇને કીમ નદીમાં જાય છે પરંતુ હાલ કીમ નદી પર ફ્રેટ કોરીડોરના બ્રીજની કામ ચાલી રહી છે જેથી કોન્ટ્રાક્ટર દ્વારા ખાડીમાં માટી નાખીને પુરાણ કરી દેવાતા ખાડી ઉભરાઈ ગઈ છે જેથી આ કેમિકલ યુક્ત ગંદા પાણી ખાડી કિનારે આવેલા ખેતરોમાં ફરી વળ્યા છે જેનાથી ખેડૂતોને ભારે નુકશાન થઇ રહ્યું છે.

આ તરફ સિયાલજ ગામ અને કોસંબા વચ્ચે એક લો લેવલ ગરનાળું પણ આવેલું છે. ખાડી બ્લોક કરી દેવાતા હાલ આ લો લેવલ પુલ પણ છેલ્લા ૧૦ દિવસથી પાણીમાં ગરકાવ થયો છે. સિયાલજ ગામના ખેડૂતોની મોટા ભાગની જમીન પુલની બીજી તરફ આવેલી છે જેથી આખા દિવસ દરમ્યાન ખેડૂતો તેમજ ખેત મજુરોએ આ માર્ગ પર થી આવવુ જવું પડે છે પરંતુ હાલ આ પુલ પર પણ પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલકી નો સામનો કરવો પડી રહ્યો છે.

Next Story