સુરત : બે મિત્રો નોકરી માટે જતાં હતાં ઇન્ટરવ્યુ આપવાં, જુઓ નોકરીના બદલે શું મળ્યું

0

સુરતમાં ઇન્ટરવ્યુ આપવા જઇ રહેલાં બે મિત્રો પૈકી એકનું બાઇક ટેમ્પો સાથે અથડાતાં મોત નીપજયું હતું જયારે અન્યને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

સુરત શહેરના ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે જેમાં  બાઇક સવાર બે યુવાનોની બાઇક ધડાકાભેર ટેમ્પોમાં અથડાયા ઘટના સ્થળે એક મોત નીપજ્યું છે અન્યને ઇજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. ઉધના હરિ નગર ખાતે રહેતો 24 વર્ષીય શ્યામ ગુપ્તા અને સુરેશ સોનવણે બંને મિત્રો છે અને તેઓ  નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા હતાં. તેમની બાઇક ટેમ્પો સાથે અથડાતાં અકસ્માત થયો હતો.

ગંભીર ઇજાના પગલે શ્યામનું ઘટનાસ્થળે મોત થયું હતું જયારે સુરેશને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો છે. મૃતક  શ્યામ ગુપ્તા મુળ ઉત્તરપ્રદેશનો વતની છે અને  હરિ નગર ખાતે ફોઈના ત્યાં શ્યામ અને પિતા રહેતા હતા એકના એક પુત્રનું અકસ્માતમાં પુત્રના મોત બાદ પરિવાર ભાંગી પડયો છે. ઇજાગ્રસ્ત સુરેશ સોનવણેએ જણાવ્યું હતું કે,  હું અને મારો મિત્ર શ્યામ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા હતા શ્યામ બાઇક ચલાવતો હતો આગળ એક મોપેડ પર સવાર મહિલાએ બ્રેક મારતા શ્યામએ પણ બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ  ટેમ્પોમાં અથડાઈ હતી. શ્યામ અને હું ટેમ્પો નીચે આવી જતા શ્યામનું  ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મને પગમાં ફ્રેક્ચર થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here