Connect Gujarat
ગુજરાત

સુરતઃ ગાંધીબાગ નજીકથી બે દિવસનું ત્યજી દેવાયેલુ નવજાત બાળક મળી આવ્યું

સુરતઃ ગાંધીબાગ નજીકથી બે દિવસનું ત્યજી દેવાયેલુ નવજાત બાળક મળી આવ્યું
X

અઠવા પોલીસ દ્વારા ત્યજી દેવાયેલા બાળકની માતાની શોધખોળ આરંભી

સુરત શહેરના ગાંધીબાગ નજીકથી બે દિવસનું ત્યજી દેવાયેલું બાળક એક મુસ્લિમ મહિલાને મળી આવ્યું હતું. જે અંગેની જાણ અઠવા પોલીસને કરતાં પોલીસે ત્યજી દેવાયેલા બાળકની માતાની શોધખોળ આરંભી દીધી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ગાંધાબાગ નજીકથી એક મુસ્લિમ મહિલા પસાર થઈ રહી હતી. તેવામાં ર દિવસના જન્મેલા બાળકને ત્યજી કોઈ નિષ્ઠુર માતા ફરાર થઈ ગઈ હતી. આ રસ્તા ઉપરથી પસાર થઈ રહેલી મુસ્લિમ મહિલાની નજર આ બાળક ઉપર પડતાં તેની માતાની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેની માતા ન દેખાતા આ અંગેની જાણ તેણે અઠવા પોલીસને કરી હતી.

પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ત્યજી દેવાયેલા બાળકને સુરતની સિવિલ હોસ્પિટલમાં NICU માં દાખલ કરાવ્યું હતું. સુરત સિવિલના બાળ નિષ્ણાંત તબીબોનું કહેવું છે કે, બાળકનુ વજન 1 કિલો 900 ગ્રામ, બાળક તંદુરસ્ત હોવા છતાં પણ તેને તરછોડી દેનાર માતા પ્રત્યે ડોકટરોએ ફીટકારની લાગણી વ્યકત કરી છે. અઠવા પોલીસે બાળકને ત્યજી દેવાયેલ માતાની શોધખોળ આરંભી છે.

મુસ્લિમ મહિલાના લગ્નના 6 વર્ષ પહેલા થયા હતાં. તેમ છતાં પણ તેમને સંતાન સુખ પ્રાપ્ત ન થતા કોઈ મહિલાએ ત્યજી દિધેલા આ બાળકને દત્તક લેવાની તૈયારી બતાવી હતી.

Next Story