Connect Gujarat
ગુજરાત

સુરતમાં ગણપતિ બાપ્પાની ૬૫ હજાર પ્રતિમાઓનું આજે કરાશે વિસર્જન

સુરતમાં ગણપતિ બાપ્પાની ૬૫ હજાર પ્રતિમાઓનું આજે કરાશે વિસર્જન
X

ગુજરાતમાં ગણપતિ બાપ્પાનાં વિસર્જનને લઇને ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં વિવિધ સ્થળોએ ગણપતિ વિસર્જનને લઇને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો લોકો પણ બાપ્પાનાં વિસર્જનને લઇને ઉત્સાહિત છે. રાજ્યનાં વિવિધ શહેરોમાં ગણપતિની અનેક પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. સુરતમાં ગણપતિની 65 હજાર પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.

આ તમામ પ્રતિમાઓનું વિસર્જન કુત્રિમ તળાવમાં કરવામાં આવશે. તો 5 ફૂટથી ઊંચી પ્રતિમાઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવશે. જ્યાં સુરતમાં 65 હજાર મૂર્તિઓનું વિસર્જન કરાશે, તો બીજી તરફ અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં 32 કુંડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ સ્થળો પર 30 ક્રેઈન મુકવામાં આવી છે. લોકોને ગણપતિ વિસર્જન દરમિયાન પુરતી વ્યવસ્થા મળી રહે તે હેતુથી આવું કરવામાં આવ્યું છે.

Next Story
Share it