Connect Gujarat
Featured

સુરત : મહિલાઓની એકલતાનો લાભ લઇ સંમોહન કરી લુંટ ચલાવતી ટોળકી ઝડપાય

સુરત : મહિલાઓની એકલતાનો લાભ લઇ સંમોહન કરી લુંટ ચલાવતી ટોળકી ઝડપાય
X

સુરત પોલીસે ચાર મહિલાઓની ધરપકડ કરી છે. આ મહિલાઓ સંમોહન કરી ઘરમાંથી રોકડ રકમ અને કિમંતી વસ્તુઓ લઇને ફરાર થઇ જતી હતી. આરોપી મહિલાઓ પાસેથી 10.47 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતાં પરપ્રાંતિય પરિવારોના ઘરોમાં મહિલાઓની ટોળકી લુંટ ચલાવી ફરાર થઇ જતી હતી. ઘરમાં એકલી હોય તેવી મહિલાઓને નિશાન બનાવી ટોળકી તેમની પાસે પહોંચતી હતી. તેઓ મહિલાઓને તમારા ઘરમાં મેલીશકિતનો વાસ છે અને તેની વિધિ કરાવવી પડશે તેમ કહેતી હતી. આરોપી મહિલાઓ ઘરમાં એકલી મહિલા પર સંમોહન વિદ્યા થકી પોતાના વશમાં કરી લેતી હતી. બાદમાં ઘરમાં રહેલી રોકડ રકમ અને કિમંતી વસ્તુઓની લુંટ ચલાવી ફરાર થઇ જતી હતી.

છાપરી, પાંડેસરા, લિંબાયત, ડીંડોલી સહિતના વિસ્તારોમાં આવા બનાવો વધતાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે ગોડાદરા વિસ્તારમાં રહેતી ફરજાના ભંટુ ઉર્ફે નસીબ અહમદ કઠું અંસારી, સહોદરા ઉર્ફે ખૈરૂનિશા રસીદ અબ્દુલ, ગોહુ નૂર મહમદ ભોનુ અંસારી અને નાઝમા ઉર્ફે મીના ગુલ મોહમ્મદ તેઢઇ અંસારીને ઝડપી પાડી હતી પોલીસે તેમની પાસેથી રૂપિયા 10.47 લાખ રૂપિયા ઉપરાંતનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપી મહિલાઓએ અત્યાર સુધીમાં 70થી વધારે ગુના આચર્યા હોવાની કબુલાત કરી છે. પોલીસની પૂછપરછમાં એક ચોંકાવનારી બાબત પણ બહાર આવી હતી આ ગેંગમાં તમામ મહિલાઓ મુસ્લિમ હતી તેમ છતાંય તેઓ હિન્દુ નામ ધારણ કરતા હતા અને હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરતા હતી.

Next Story