Connect Gujarat
ગુજરાત

સુરત લૂંટ, ઘાડ, અને ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો

સુરત લૂંટ, ઘાડ, અને ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો
X

સુરતમાં ડીસીબી પોલીસે ચીકલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે આ ઘટનામાં પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પણ પડી હતી તેમ છતાં બે આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

ટીવી સ્ક્રીન પર પોલીસ પડકમાં ઉભેલા આ આરોપીનું નામ છે નાનકસિંગ જોગિંદર સિંગ ટાંક. આ આરોપી ચીકલીગર છે અને તે ઘાડ, લૂંટ ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગનો સાગરીત છે. પોલીસે તેને ઝડપી પાડી જેલના સળિયા પાછળ હાલ તો ધકેલી દીધો છે .પરંતુ હજુ પણ બે આરોપી ફરાર થઈ ગયા છે. ઘટનાને વિગતવાર જોઈએ તો લીંબાયત વિસ્તારમાં ચીકલીગર ગેંગ ઘરફોડ ચોરીને અંજામ આપવા જઈ રહી હોવાની માહિતી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચના મહિલા પી.આઇ.સહિતનો સ્ટાફ વોચમાં હતો. દરમ્યાન આરોપીની ઇકો કાર રોકવા જતા આરોપીઓએ પોલીસ ઉપર ગાડી ચડાવવનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે ગાડીના ટાયરમાં ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં બે આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા અને એક આરોપી પકડાયો હતો.

ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા ભાગી ગયેલા અન્ય બે આરોપી લંબુ ઉર્ફે ઘૂંઘરૂં અને રાજવીર ઉર્ફે જનરેલ સિંગ હતો. આ ઉપરાંત ઝડપાયેલી કાર આરોપીઓએ ૯ તારીખના રોજ વેલનજા ગામ પાસેથી ચોરી કરી હતી. પોલીસે કારમાંથી ઘાતક હથિયારો કબજે કર્યા છે અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પોલીસની પૂછપરછમાં બે પાંડેસરા, નવસારી રૂરલ, ડીંડોલી, જૂનાગઢ અને કમરેજ પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. તેમજ આરોપીની વધુ પૂછપરછમાં અન્ય ગુનાના ભેદ ઉકેલાઈ તેવી શક્યતાઓ રહેલી છે.

Next Story