Connect Gujarat
Featured

સુરત : ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટના ઉપક્રમે કિસાન બિલનો કરાયો વિરોધ

સુરત : ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટના ઉપક્રમે કિસાન બિલનો કરાયો વિરોધ
X

દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલનના સમર્થનમાં સુરતમાં ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટના નેજા હેઠળ વરાછાના મીની બજાર ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જો કે પોલીસ કાફલાએ દોડી આવી પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લઈને લાવવામાં આવેલા કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો કડકડતી ઠંડીમાં આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોના સમર્થનમાં અને આ કાયદો પાછો લેવામાં આવે તેવી માંગ સાથે સુરતમાં ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટ-ગુજરાત દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા તેમજ વરાછા મીની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિવિધ બેનરો અને સુત્રોચાર સાથે અહી લોકોએ વિરોધ કરવા માટે પહોંચ્યાં હતાં. તો બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસે વિરોધ કરી રહેલા લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી.

Next Story