Connect Gujarat
ગુજરાત

સુરત કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે રાજદ્રોહના કેસમાં આપી હાજરી

સુરત કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે રાજદ્રોહના કેસમાં આપી હાજરી
X

સુરત કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજ રોજ વર્ષ 2015 અમરોપી પાટીદાર આંદોલન દરમિયાન થયેલ રાજદ્રોહના કેસમાં આજે સેશન્સ કોર્ટમાં હાજરી આપી હતી. તેવો જુનાગઢ કોંગ્રેસની હાર ને લઈ કોંગ્રેસ-ભાજપના ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવા નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું હતું.

સુરત સેશન્સ કોર્ટમાં આજ રોજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને 2015 અમરોલી ખાતે પાટીદાર આંદોલન દરમિયાન થયેલ રાજદ્રોહના કેસમાં હાજરી આપી હતી. જૂનાગઢમાં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની હાર ને લઈ તેઓને પુછતા જણાવ્યું હતું કે જૂનાગઢમાં કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોને ઉતારવામાં ભૂલ થઈ છે. ઉમેદવારોને ઉતારવામાં તેઓ કાચા પડ્યા છે. જુનાગઢ ભાજપ કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચાર થયા હતા એ ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવા અમે કમજોર સાબિત થયા છે.

2015માં સુરત અમરોલી ખાતે પાટીદાર આંદોલન દરમિયાન થયેલ રાજદ્રોહના કેશમાં હાર્દિક પટેલની ગત તારીખ 26 જૂનના રોજ કોટમાં હાજરી હતી પણ તેવો હજાર ન રહ્યા હતા. કોર્ટે 24 જુલાઇના રોજ તારીખ આપતા તેવો આજ રોજ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હજાર રહ્યા હતા. કોર્ટ દ્વારા 30 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Next Story