Connect Gujarat
Featured

સુરત : હરિયાલના ગ્રામજનોએ બોર્ડ લગાવી માર્ગ કર્યા બંધ, સંપૂર્ણ રીતે ગામને કર્યું લોકડાઉન…

સુરત : હરિયાલના ગ્રામજનોએ બોર્ડ લગાવી માર્ગ કર્યા બંધ, સંપૂર્ણ રીતે ગામને કર્યું લોકડાઉન…
X

સુરત જિલ્લામાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ આવતા જ માંડવી તાલુકાના હરિયાલ ગામના યુવાનોએ ગામને કોરાનાના સંકટથી બચાવવા માટે ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર બહાર ગામના કોઈએ પણ પ્રવેશ કરવો નહીંના બોર્ડ લગાવી માર્ગને બંધ કર્યા છે.

કોરોનાની મહામારીને લઇ વડાપ્રધાન દ્વારા જાહેર કરવમાં આવેલા 21 દિવસના લોકડાઉનનું લગભગ બધી જગ્યાએ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે માંડવી તાલુકાના હરિયાલ ગામના ગ્રામજનોએ પોતાના ગામને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દીધું છે. મહત્વનું એ છે કે, નજીક આવેલા તડકેશ્વર ગામની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક આધેડનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ગ્રામજનો ચોકી ઉઠ્યા છે, ત્યારે ગામના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે તેમજ કોઈને પણ ગામમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

હરિયાલ ગામના નવયુવાનોએ ટુકડીઓ બનાવી વારાફરતી ગામના નાકે બેસી આવતા જતા તમામ લોકોને અટકાવી ગામમાં પ્રવેશવા નહીં દીધા હતા. ઉપરાંત કોઈ પણ પરિવારને કોઈ ચીજવસ્તુની જરૂર હોય તો પણ ટુકડી યુવાનો દ્વારા લોકોને સામાન ઘર બેઠા મળી રહેશે, ત્યારે હાલના તબ્બકે પોલીસ તો તેમની ફરજ નીભાવી રહી છે પણ ગામના નવયુવાનો જાગૃત થઇ લોકડાઉનનું એટલુ જ સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છે.

Next Story