Connect Gujarat
ગુજરાત

સુરત : ગૌમય કાસ્ટથી કરાશે “હોલિકા દહન”, જુઓ ગાયના ગોબરમાંથી કેવી બનાવાઇ બાયો સ્ટીક..!

સુરત : ગૌમય કાસ્ટથી કરાશે “હોલિકા દહન”, જુઓ ગાયના ગોબરમાંથી કેવી બનાવાઇ બાયો સ્ટીક..!
X

હોળીના તહેવારને હવે માત્ર એક મહિનાનો સમય બાકી છે, ત્યારે સુરત

જિલ્લાના પીપોદરાની ગૌક્રાંતિ સંસ્થાન દ્વારા ગાયના ગોબરમાંથી બાયો સ્ટીક બનાવવામાં આવી છે. પર્યાવરણના બચાવ અંગે લોકોમાં જાગૃતિ આવે તે અર્થે બાયો સ્ટીકથી હોલિકા દહન કરવા માટે સંસ્થા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

હોળીના પવિત્ર તહેવારને હવે માત્ર એક મહિનો બાકી રહ્યો છે, ત્યારે હોલિકા દહન માટે લાખો ટન લાકડાનું દહન કરવામાં આવે છે. હોલિકા દહન માટે લીલાછમ

વૃક્ષો કાપી નાખી વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવે

છે. જેમાં સીધી રીતે પર્યાવરણને નુકશાન થાય છે. જોકે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલ ગૌક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમય કાષ્ટમાંથી બાયો સ્ટીકનું ઉત્પાદન

કરવામાં આવ્યું છે, જેનાથી પર્યાવરણનું

રક્ષણ અને હિન્દૂ વિધિ એટલે કે, વૈદિક રીતે હોલિકા દહન કરવામાં આવે તેવી લોકોને અપીલ કરવામાં આવી છે.

જે રીતે સૂકા લાકડા હોલિકા દહન માટે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોતા નથી, તેમજ અનેક સ્થળે ઘણી વાર લીલા

લાકડા બાળવામાં આવે છે. જેથી વૃક્ષના નિકંદનથી નુકશાન તો છે જ સાથે સાથે સૂકા લાકડાની

સરખામણીએ લીલા લાકડાના દહનથી વાતાવરણ વધારે દૂષિત થાય છે, ત્યારે સુરત નેચર ક્લબના કાર્યકરોએ પણ હોલિકા દહન માટે બાયો સ્ટીકનો ઉપયોગ કરવા લોકોને સૂચન કર્યું

હતું.

Next Story
Share it