Connect Gujarat
સમાચાર

સુરતમાં : પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાનએ મળી ધારાસભ્ય ના પી.એ ને માર મારી કરી લૂટ

સુરતમાં : પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાનએ મળી ધારાસભ્ય ના પી.એ ને માર મારી કરી લૂટ
X

સુરત નાનપુરા શંખેશ્વર કોમ્પ્લેક્સ પાસે પેટ્રોલિંગમાં એએસઆઈ અશોક બોરીચા કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડ સાથે હાજર હતા. ત્યારે એક કારને એએસઆઈએ અટકાવી જેમાં બે યુવકો નશામાં મળતા બોરીચાએ કારની ચાવી લઈને બંને સામે કાર્યવાહીની ચીમકી આપી હતી.

બંને યુવકો પૈકી રાજેશ ભાલેકીયા ધારાસભ્ય હર્ષ સંઘવીના પી.એ જયેશ ભાલેકીયાનો ભાઈ અન્ય બે જણા તેના મિત્ર હતા. ત્રણ જણા દવા લેવા આવ્યા હતા. એએસઆઈએ દારૂના નશામાં પીએના ભાઈ રાજેશ અને દિપેનની સાથે માથાકૂટ કરી ઢોર માર મારી જબરજસ્તી પાંચ હજારની રકમ પડાવી હતી

ભોગબનનાર રાજેશ ભાલેકીયાએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારા મિત્રના ભાઈને હોસ્પિટલમાં દાખલ કરેલો હતો. જેના માટે અમે ૩ જણા દવા લેવા માટે મારા મિત્રની ક્રેટા કારમાં શંખેશ્વર કોમ્પ્લેક્સમાં આવ્યા હતા. રસ્તામાં શંખેશ્વર કોમ્પ્લેક્સની નજીક સર્કલ પાસે અમારી કારને પોલીસે રોકી હતી. હજુ અમે કારમાંથી ઉતરીયે એ પહેલા એએસઆઈ મને અને મારા મિત્રને મારવા લાગ્યા હતા. પછી થોડી વારમાં અમને થોડે દૂર લઈ ગયા, જ્યાં અમારી પાસે પહેલા 15 હજારની માંગણી કરી નહિ આપો તો ગાડી જમા કરવાની ધમકી આપી, મારી પૈસા ન હતા જેથી મે મારા મિત્ર રાહુલને ત્યાં બોલાવ્યો હતો. તેણે એએસઆઈને 5 હજારની રકમ આપી દીધા પછી અમને માર માર્યો બાદમાં અમને ગાડીની ચાવી આપી દેતાં અમે સારવાર માટે નવી સિવિલમાં ગયા હતા

ASIનું સેટિંગ કરવા હોમગાર્ડ ઊંઘમાંથી ઊઠીને આવ્યો હોમગાર્ડ ચેતન રાણાની લાલગેટ પોલીસમાં ફરજ બજાવે છે, મજૂરાગેટ શંખેશ્વર કોમ્પ્લેક્સના સર્કલ પાસે તેની ડ્યૂટી ન હતી, તે માત્ર એએસઆઈનું સેટિંગ કરવા માટે ઘરેથી ઊંઘમાંથી ઊઠીને આવ્યો હતો. કારનો ચાલક પણ હોમગાર્ડની ઓળખાણમાં હતો એએસઆઈનો વીડિયો સામે આવતા અઠવા પોલીસ હરકતમાં આવી ફરિયાદ લઈને એએસઆઈ અશોક રામજી બોરીચા(મૂળ રહે,ભાવનગર) અને હોમગાર્ડ ચેતન જયવદન રાણા(રહે, દેસાઈ શેરી, સગરામપુરા)સામે લૂંટ અને મારામારીનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story