Connect Gujarat
Featured

સુરત : સૌપ્રથમવાર પીપરીયા ગામે યોજાઇ “અશ્વ દોડ સ્પર્ધા”, જુઓ એક સાથે 200થી વધુ અશ્વની દોડ

સુરત : સૌપ્રથમવાર પીપરીયા ગામે યોજાઇ “અશ્વ દોડ સ્પર્ધા”, જુઓ એક સાથે 200થી વધુ અશ્વની દોડ
X

સુરત જીલ્લાના માંડવી તાલુકાના પીપરીયા ગામે સૌપ્રથમ વાર અશ્વ દોડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ અશ્વ વચ્ચે દોડની સ્પર્ધા યોજાઇ હતી, ત્યારે અશ્વ દોડ જોવા માટે મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

માંડવી તાલુકાના પીપરીયા ગામ ખાતે તાપીના પટમાં ટાઈગર ગ્રુપ દ્વારા અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી 200થી વધુ અશ્વ માલિકોએ પોતાના અશ્વ સાથે દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, ત્યારે અશ્વ દોડ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો સ્પર્ધકોમાં ઉત્સાહ વધારવા આ વિસ્તારના સંસદ પ્રભુ વસાવા અને રાજ્યના રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અશ્વ દોડ સ્પર્ધામાં પહેલા 100 જેટલા અશ્વોનું રજીસ્ટ્રેશન કરાવામાં આવ્યું હતું, પરંતુ સ્પર્ધા શરૂ થતા પહેલા 200 જેટલા અશ્વોનું રજીસ્ટ્રેશન થયું હતું. આ સ્પર્ધામાં 30, 35 અને 40 કિલોમીટર પ્રતિ કલાક એમ ત્રણ પ્રકારની દોડ યોજાઈ હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકને 11000, 5100 અને 3100 રૂપિયાના રોકડ પુરષ્કાર આપવામાં આવ્યા હતા.

માંડવી તાલુકામાં પ્રથમ વખત અશ્વ દોડની સ્પર્ધા યોજાઈ હતી, જેને લઇ પીપરીયા સહીત આજુબાજુના વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે પીપરીયા સિવાય આજુબાજુના અન્ય ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં અશ્વ સ્પર્ધા જોવા ઉમટી પડ્યા હતા.

Next Story