Connect Gujarat
ગુજરાત

સુરતઃ પત્ની ઉપર પતિએ ઝીંક્યા અસ્ત્રાના ઘા, હુમલાખોર પતિ ફરાર

સુરતઃ પત્ની ઉપર પતિએ ઝીંક્યા અસ્ત્રાના ઘા,  હુમલાખોર પતિ ફરાર
X

ઈજાગ્રસ્ત પત્નીને આસપાસના લોકોએ સારવાર અર્થે ખસેડી, સચિન પોલીસે તપાસ હાથ ધરી

સુરતનાં સચિન વિસ્તારમાં દારૂડિયાએ પતિએ પત્ની ઉપર અસ્ત્રાના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. પત્નીને ઈજાગ્રસ્ત હાલતમાં જ મૂકીને ફરાર થઈ જતાં ગંભીર રીતે ઘાયલ પત્નીને આસપાસના રહીશો દ્વારા તેને સુરતની નવી સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ેસચિન પોલીસે હુમલો કરી ફરાર થઈ ગયેલા પતિને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં બળવંત પટેલ અને તેમનો પરિવાર સાથે રહે છે. બળવંતને દારૂ પીવાની આદત હોવાથી પત્ની પાસે વારંવાર દારૂ પીવા માટે રૂપિયાની માંગણી કરતો હતો. પત્નીએ રૂપિયા નહીં અપાતા બળવંતે પત્નીને અસ્ત્રાના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની જાણ આસપાસના રહીશોને થતા ગંભીર રીતે ઘાયલ પત્નીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. સચિન પોલીસે પત્ની પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયેલા પતિ બળવંતને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story
Share it