Connect Gujarat
Featured

સુરત : પુણા રોડ પર પત્નીના મોતને અકસ્માતમાં ખપાવનાર પતિનો ફૂટ્યો ભાંડો, જુઓ કેવું ઘડ્યું હતું કારસ્તાન..!

સુરત : પુણા રોડ પર પત્નીના મોતને અકસ્માતમાં ખપાવનાર પતિનો ફૂટ્યો ભાંડો, જુઓ કેવું ઘડ્યું હતું કારસ્તાન..!
X

સુરત શહેરના પુણા-કુંભારીયા રોડ પર મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાનું કારની અડફેટે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ મૃતક મહિલાના પરિવારજનોએ સાસરિયા સામે આક્ષેપો કર્યા હતા. જેથી પોલીસે તપાસ શરૂ કરતા પતિનો ફાંડો હતો.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પુણા-કુંભારીયા રોડ પર મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાનું કારની અડફેટે અકસ્માતમાં મોત ખપાવનાર પતિ અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી છે. મૃતક મહિલાના પરિવારજનોએ જે આક્ષેપો કર્યા હતા તે સાચા નીકળ્યા છે. જેમાં મહિલાનું કાર અડફેટે મોત નહી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. જેમાં પતિએ પહેલા પત્નીનું ગળું દબાવી બેભાન કરી દીધી હતી. બાદમાં તેના માથા પરથી ટ્રકનું ટાયર ફરી જઈ અકસ્માતે મોત થયું હોવાનું જણાવતા સમગ્ર ફાંડો ફૂટ્યો હતો. જોકે પોલીસ તપાસમાં આરોપીએ પોતાનો ગુન્હો કબુલી લેતા પોલીસે પતિ અને તેના સાગરિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story