Connect Gujarat
Featured

સુરત : IDBI બેન્કમાં બોગસ એકાઉન્ટ ખોલી કાળા નાણાં ધોળા કરવાનું કૌભાંડ બહાર આવ્યું, જુઓ પછી શું થયું..!

સુરત : IDBI બેન્કમાં બોગસ એકાઉન્ટ ખોલી કાળા નાણાં ધોળા કરવાનું કૌભાંડ બહાર આવ્યું, જુઓ પછી શું થયું..!
X

સુરત શહેરમાં મહિલાના નામે IDBI બેન્કમાં બોગસ એકાઉન્ટ ખોલી કાળા નાણાં ધોળા કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં મહિલાના બોગસ એકાઉન્ટ દ્વારા રૂપિયા 2.36 કરોડનું ટ્રાન્જેક્શન કરવા આવ્યું છે. જોકે આ કારસ્તાન IDBI બેન્કના કોઈ કર્મચારી દ્વારા કરવામાં આવ્યું હોવાની પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે, ત્યારે કાળા નાણાં ધોળા કરવાનું કારસ્તાન ઘડાયું હોવાના આક્ષેપ સાથે રાંદેર પોલીસ મથકે અરજી નોંધાઈ છે.

સુરતમાં દિન પ્રતિદિન બેન્ક કૌભાંડ બહાર આવી રહ્યા છે, ત્યારે વધુ એક બેન્કનું કૌભાંડ બહાર આવ્યું છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ IDBI બેન્કમાં લલિતા ચૌબે નામની મહિલાના નામે ડોક્યુમેન્ટ તથા GST નંબર સહિત અન્ય ડિટેઇલનો દુરુપયોગ કરાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બોગસ એકાઉન્ટ બનાવી રૂપિયા 2.36 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. એકાઉન્ટ એજન્ટ અને બેન્કના કર્મચારી દ્વારા રૂપિયા 2.36 કરોડ ટ્રાન્જેક્શન કરી કાળા નાણાં ધોળા કરવાનું કારસ્તાન ઘડાયું હોવાના આક્ષેપ સાથે રાંદેર પોલીસ મથકે લલિતા ચૌબે દ્વારા અરજી કરાઈ છે.

સુરત શહેરના સહારા દરવાજા ખાતે આવેલ ગ્લોબલ ટેકસટાઇલનો ક્રિએશનના નામે વેપાર કરતા લલિતા ચૌબેએ રાંદેર પોલીસ મથકે અરજી કરી છે. જેમાં IDBI બેન્કમાં કોઈ ડોક્યુમેન્ટ ન આપ્યા હતા, એટલું જ નહીં તેઓ રાંદેર વિસ્તારની IDBI બેન્કની બ્રાન્ચ પર ક્યારે ગયા પણ નથી. તેમ છતાં તેમનું બેન્ક એકાઉન્ટ હોવાની જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. લલિતા ચૌબેએ અજય મેઘજી કાનાણી નામના વ્યક્તિને લોન લેવા બાબતે GST નંબર સહિતના ડોક્યુમેન્ટ આપ્યા હતા. GST એકાઉન્ટ ઓનલાઈન ચેક કરતા નંબરના આધારે રાંદેર ખાતે આવેલ IDBI બેન્કમાં એકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યું હોવાનું જણાઈ આવ્યું હતું, ત્યારે એજન્ટ અને બેન્કના કર્મચારી દ્વારા રૂપિયા 2.36 કરોડ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે લલિતા ચૌબેએ રાંદેર પોલીસ મથકે અરજી કરી છે.

Next Story