Connect Gujarat
ગુજરાત

સુરત : નવી સિવિલમાં છતનો પોપડો ખર્યો, જુઓ બે મહિલા કર્મીઓનું શું થયું

સુરત : નવી સિવિલમાં છતનો પોપડો ખર્યો, જુઓ બે મહિલા કર્મીઓનું શું થયું
X

સુરતની નવી

સિવિલ હોસ્પિટલની ઇમારત જર્જરીત બની ચુકી છે ત્યારે ઓર્થોપેડીક વોર્ડમાં અચાનક

છતનો પોપડો તુટી પડતાં બે મહિલા કર્મચારીઓને ઇજા પહોંચી હતી.

સુરત શહેર તથા

આસપાસના દર્દીઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલની ઇમારતને 50 વર્ષનો સમય થઇ જતાં તેનું રીપેરીંગ અથવા નવીનીકરણ જરૂરી બની ગયું છે. સરકાર

તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહી હોવાથી દર્દીઓ તથા સ્ટાફના માથે ખતરો

મંડરાતો રહે છે. નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક વોર્ડની છતનો પોપડો તુટી પડવાની

ઘટના સામે આવી છે. પોપડો ખર્યો તે સમયેે ત્યાંથી પસાર થઇ રહેલી 35 વર્ષીય સીતાબેન ભગવાનદાસ અને ૪૫ વર્ષીય

મંજુદેવી વિજયસિંહને ઇજા પહોંચી હતી. ઘટના બાદ દોડધામ મચી ગઇ હતી. દક્ષિણ ગુજરાતની

સૌથી મોટી હોસ્પિટલન ગણાતી નવી સિવિલ હોસ્પિટલની બદતર હાલત છે. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી

કિશોર કાનાણી આ શહેરમાંથી

આવે છે ત્યારે તેમના જ શહેરમાં હોસ્પિટલ ખસ્તા હાલતમાં છે. હાલ તો દક્ષિણ ગુજરાત

સહિત અન્ય રાજ્યોના દર્દીઓને પણ સારવાર પૂરી પાડતી 50 વર્ષ જૂની નવી સિવિલ હોસ્પિટલને સારવારની

જરૂર છે જેથી આવા બનાવ બનતા અટકી શકે તેમ છે.

Next Story