Connect Gujarat
Featured

સુરત : લોકડાઉનમાં ઉદ્યોગો આવ્યા મરણ પથારીએ, શ્રમિકોની અછતના કારણે કરોડોની ખોટ

સુરત : લોકડાઉનમાં ઉદ્યોગો આવ્યા મરણ પથારીએ, શ્રમિકોની અછતના કારણે કરોડોની ખોટ
X

કોરોના વાયરસના કારણે લોકડાઉનના પગલે સુરતનું પ્રોસેસિંગ ઉધોગ મરણ પથારીએ આવી ગયું છે. સરકાર દ્વારા ઔધ્યોગિક એકમો શરૂ કરવા માટે મંજૂરી તો આપી છે. પરંતુ શ્રમિકોની અછતના કારણે 2 મહિનામાં જ ઉદ્યોગોને કરોડોની ખોટ થઈ છે.

સુરતના કાપડ પ્રોસેસિંગ એકમો મરણ પથારીએ આવી ગયા છે. છેલ્લા 2 મહિનાથી બંધ ઉધોગને 800 કરોડ રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉધોગમાં કામ કરતા શ્રમિકો પોતાના વતન તરફ હિજરત કરી ગયા છે. જોકે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, ત્યારે માત્ર 15 ટકા શ્રમિકો સાથે આ ઉધોગ શરૂ કરવો શક્ય નથી. જોકે આગામી 2 મહિના સુધી આ ઉધોગ શરૂ થાય તેવું નથી લાગતું નથી, ત્યારે અંદાજિત બીજા 1 હજાર કરોડ જેટલું નુકશાન વેઠવાની તૈયારી ઉદ્યોગકારોએ રાખવી પડશે. જોકે આગામી દિવસોમાં તહેવાર આવતા હોવાથી ગ્રાહકી નીકળે તેવું લાગી રહ્યું છે. પરંતુ શ્રમિકો વગર આ ઉધોગ શરૂ કેમ કરવો તે મુંજવણ સૌથી વધુ પ્રોસેસિંગ એકમોના માલિકને સતાવી રહી છે.

Next Story