Connect Gujarat
Featured

સુરત : સૌરાષ્ટ્ર જવા માટે હવે માત્ર 4 કલાકનો સમય લાગશે, જહાજમાં વાહનો સાથે કરી શકાશે મુસાફરી

સુરત : સૌરાષ્ટ્ર જવા માટે હવે માત્ર 4 કલાકનો સમય લાગશે, જહાજમાં વાહનો સાથે કરી શકાશે મુસાફરી
X

દહેજ અને ઘોઘા બંદર વચ્ચે દોડતી રોપેક્ષ ફેરી સર્વિસ હવે હજીરા અને ઘોઘા વચ્ચે દોડશે. રવિવારના રોજ રોપેક્ષ ફેરી સર્વિસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચુઅલ રીતે પ્રારંભ કરાવ્યો હતો. રોપેક્ષના જહાજમાં મુસાફરો તેમના વાહનો સાથે સફર કરી શકશે જેના કારણે સુરતથી સૌરાષ્ટ્ર માત્ર ચાર કલાકમાં પહોંચી શકાશે……

દિવાળી પહેલાં હજીરાથી ઘોઘા વચ્ચે રોપેક્ષ ફેરી સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. દિવાળીના તહેવારની ભેટ રૂપી હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરતના હજીરા ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યાં હતાં. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ભારતમાં સમુદ્રી દ્વાર તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. આ સેવાથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થશે. એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક નવી સેવાનો લાભ લઈ શકશે. પેટ્રોલ ડિઝલની બચત થશે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ , શાકભાજી અન દૂધ પહોંચાડવામાં ઝડપ આવશે તેમજ તેને સુરક્ષિત રીતે પહોંચાડી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રોપેક્ષ ફેરી સર્વિસ પહેલાં ભરૂચના દહેજથી ઘોઘા વચ્ચે ચાલતી હતી પણ દહેજ બંદરે ડ્રેજીંગની સમસ્યા ઉભી થતાં તેનો રૂટ બદલી હજીરાથી ઘોઘા સુધીનો કરવામાં આવ્યો છે…..

Next Story