Connect Gujarat
Featured

સુરત : ભગવાન જગન્નાથજીની રથયાત્રા રદ્દ, જાણો ભગવાનનો રથ ક્યાં ફેરવવામાં આવશે..!

સુરત : ભગવાન જગન્નાથજીની રથયાત્રા રદ્દ, જાણો ભગવાનનો રથ ક્યાં ફેરવવામાં આવશે..!
X

કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે નીકળશે નહીં. આ ઉપરાંત ભાવિકોને ૩૦ જૂન સુધી મંદિર પરિસરમાં પ્રવેશ નહીં આપવાનો પણ નિર્ણય કરાયો છે. માત્ર મંદિરના ૩૦ જેટલા સેવકો દ્વારા જ ભગવાનનો રથ મંદિરના પરિસરમાં ફેરવવામાં આવશે.

કોરોના વાયરસના પોઝિટિવ કેસ સહિત મૃતકોની સંખ્યામાં પણ દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે હાલની પરિસ્થિતી વચ્ચે આગામી અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે નીકળશે નહીં. મંદિરોના પુજારી દ્વારા મંદિરની અંદર જ ધાર્મિક શાસ્ત્રો વિધિ મુજબ પૂજા-અર્ચના કરવામાં આવશે. ટો સાથે જ ભાવિકોને મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે નહિ. પરંતુ ભક્તો ઘરે બેસીને જ ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જહાંગીરપુરા ઇસ્કોન મંદિરના મહંતે જણાવ્યું હતું કે, ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 27 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાના વધતા જતાં કેસને ધ્યાનમાં રાખીને ભક્તોનું આરોગ્ય સલામત રહે તે માટે ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવિકોને ૩૦ જૂન સુધી મંદિર પરિસરમાં પ્રવેશ ન આપવાનો પણ નિર્ણય કરાયો છે. માત્ર મંદિરના ૩૦ જેટલા સેવકો દ્વારા જ ભગવાનનો રથ મંદિરના પરિસરમાં ફેરવવામાં આવશે.

Next Story