Connect Gujarat
Featured

સુરત: યુવાનો પાસે ખુટી ગયા દારૂ પીવાના પૈસા, જુઓ પછી પૈસા માટે તેમણે શું કર્યું

સુરત: યુવાનો પાસે ખુટી ગયા દારૂ પીવાના પૈસા, જુઓ પછી પૈસા માટે તેમણે શું કર્યું
X

દારૂનો નશો માણસને રાજામાંથી રંક બનાવી દેતો હોય છે અને દારૂ માટે માનવી કોઇ પણ હદ સુધી જઇ શકે તેવો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. દારૂ માટે નાણા ખલાસ થઇ જતાં બે યુવાનોએ જવેલર્સની દુકાનમાં લુંટ ચલાવવાનો પ્લાન ઘડી કાઢયો હતો પણ બંને પોલીસના હાથે ઝડપાય ગયાં હતાં.

સુરતના કતારગામ સિંગણપોર રોડ પાર્થ કોમ્પ્લેક્ષ સ્થિત પ્રસંગ જવેલર્સના માલિક નીતિન સોની શનિવારે દુકાનમાં હાજર હતાં. તે વેળાએ બે યુવાનો દુકાનમાં આવ્યા હતા અને દાગીના જોવા માંગ્યા હતાં. જો કે દુકાન માલિકને શંકા જતા તેઓએ દાગીના બતાવવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા બંને ઈસમો નિતિનને પેટ અને માથાના ભાગે ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

જેમાં આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓનું નામ સંદીપ સુરેશ ડુંગરાણી અને નિકુલ ચકુર ભીંગરાડીયા છે. આરોપીઓને પકડવા માટે પોલીસની ૮૦ થી ૧૦૦ કર્મચારીઓની ટીમ કામે લગાડી હતી અને છેક ભરૂચના રાજપારડી સુધીના સીસીટીવી ફૂટેજ ચકસ્યા હતાં.

પ્રસંગ જ્વેલર્સમાં લૂટ કરવા માટે બન્નેએ લાલ દરવાજા પાસેથી એક બાઈકની ચોરી કરી હતી અને બે દિવસ રેકી કર્યા બાદ બનાવના દિવસે તેઓ લૂંટ કરવા દુકાનમાં ગયા હતા. અને હુમલો કરી ફરાર થઇ ગયા હતા.જો કે રસ્તા વચ્ચે બાઈકમાં પેટ્રોલ પૂરું થઈ જતાં અમરોલી નજીક બાઇક મૂકી ટ્રકમાં બેસી રાજપીપળા અને ત્યાથી છોટા ઉદેપુરના નસવાડી ભાગી ગયા હતા ॰ સુરતમાં મામલો શાંત થયો છે તેમ માની તેઓ સુરત આવતા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા હતા. ઘરખર્ચ અને દારૂનો શોખ પૂરો કરવા લૂંટની યોજના બનાવનાર બંને પૈકી નિકુલ 17 વર્ષનો હતો ત્યારે ગામમાં એક બાઈકની ચોરી કરી હતી.

Next Story