Connect Gujarat
Featured

સુરત : કોરોના વાયરસના ડર વચ્ચે પણ જિલ્લા પંચાયત કચેરીમાં કોઇ તકેદારી નહિ

સુરત : કોરોના વાયરસના ડર વચ્ચે પણ જિલ્લા પંચાયત કચેરીમાં કોઇ તકેદારી નહિ
X

રાજયમાં કોરોના વાયરસના પગલે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે પણ સુરતની જિલ્લા પંચાયત કચેરીમાં જ સલામતીના મુદ્દે લાલીયાવાડી જોવા મળી રહી છે.

રાજય સરકાર એક તરફ કોરોના સામે જંગમાં લોકોને સહકાર આપવાની અપીલ કરી રહી છે તો બીજી તરફ સરકારી કચેરીઓમાંજ કર્મચારીઓ માસ્ક કે સેનેટાઈઝર વગર કામ કરતા જોવા મળી રહ્યા છે. સુરત જિલ્લા પંચાયત કચેરીમાં પણ કોરોના સામે અગમચેતીના પગલાંનો સદંતર અભાવ જોવા મળ્યો હતો.

સુરત જિલ્લા પંચાયત કચેરીના આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતા કર્મચારીઓના દ્રશ્યો જોઈને તમને નવાઈ લાગતી હશે કે એક બાજુ વડાપ્રધાન અને સરકાર લોકોને કોરોના સામે સાવધાની રાખવાની અને માસ્ક તથા સેનીટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે તો બીજી તરફ સરકારની કચેરીમાં જ આવા દ્રશ્યો જોવા મળે છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા માં જ કામ કરતા કર્મચારીઓનું આરોગ્ય જોખમાય તેવું જોવા મળી રહ્યું છે.

Next Story