Connect Gujarat
ગુજરાત

સુરત : જીઆવમાં નવી કોર્ટ બને તે પહેલાં જ વિરોધ, કોળી સમાજ આવ્યો મેદાનમાં

સુરત : જીઆવમાં નવી કોર્ટ બને તે પહેલાં જ વિરોધ, કોળી સમાજ આવ્યો મેદાનમાં
X

સુરતના જીઆવમાં નવી કોર્ટના નિર્માણ માટે સરકારે 50 હજાર ચોરસ મીટર જમીન ફાળવતાં કાંઠા વિસ્તારમાં વિરોધ શરૂ થઇ ગયો છે. કોળી

સમાજના આગેવાનોએ સુરત કલેકટરને આવેદનપત્ર આપી સરકાર જમીનમાં ફેરબદલ કરે તેવી માંગ

કરી છે.

સુરત જીઆવમાં નવી કોર્ટ બિલ્ડીંગ માટે સરકારે 50 હજાર ચોરસ મીટર

જગ્યાની ફાળવણી કરતાં વિવાદ થયો છે. કાંઠા વિસ્તારમાં રહેતાં કોળી સમાજના લોકો

જમીન ફાળવણીના વિરોધમાં આગળ આવ્યાં છે. કોળી સમાજના લોકોનું કહેવું છે જમીન ગામની

છે સરકારની નથી. દાન આપીશું પણ જમીન નહિ આપીશુંના નારા સાથે સમાજના લોકોએ વિરોધ

પ્રદશન કર્યું હતું . આ જમીન કોળી સમાજને ફાળવવામાં આવે તેવી માંગ સાથે સુરત

જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મામલે નિરાકરણ નહિ આવે તો ઉગ્ર

આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

Next Story