Connect Gujarat
ગુજરાત

કામરેજ : પિતા ખેડૂત હોય તો શરમના બદલે ગર્વ અનુભવો, જુઓ કિસાન દિવસની અનોખી ઉજવણી

કામરેજ : પિતા ખેડૂત હોય તો શરમના બદલે ગર્વ અનુભવો, જુઓ કિસાન દિવસની અનોખી ઉજવણી
X

સુરત જીલ્લામાં આજે રાષ્ટ્રીય કિસાન દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમના પિતા ખેડૂત છે તેવા વિદ્યાર્થીઓને પિતાના ખેડૂત હોવા પર શરમના બદલે અભિમાન કરવાનું શીખવવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગામડાઓની મુલાકાતે લઇ જવાયાં હતાં.

કામરેજની વશિષ્ઠ વિદ્યાલય દ્વારા કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને ખેડૂતનું મહત્વ શું છે તે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને બારડોલી , કામરેજ , તેમજ માંગરોળ તાલુકા ના ૬૨ જેટલા ગામોમાં મોકલીને ખેડૂતોની રહેણીકરણી તથા ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી.

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે પરંતુ જે મહત્વ ખેડૂતોને મળવું જોઈએ તે હાલમાં મી રહયું નથી. બાળકને શાળામાં પોતાના પિતા ખેડૂત છે એવું કેહવું પણ આ આધુનિક યુગ માં શરમજનક લાગે છે. બાળકને પોતાના ખેડૂત પિતા અને ખેડૂત પરિવાર પર ગર્વ થાય તે બાબત પર ભાર મુકાયો હતો.

શાળાના છાત્રોએ પોતાના ખેડૂત પિતાને એક લાગણી સભર પત્ર પણ પાઠવ્યો હતો તેમજ પિતાની અને ખેતી ના સાધનો ની પણ પૂજા કરી હતી તેમજ શાળા તરફ થી દરેક પિતા ને કે તુલસી નો છોડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

Next Story