Connect Gujarat
Featured

સુરત : કામરેજના ખેડૂતે કરી એવી ખેતી કે, ખેતરની ફરતે રાખવા પડ્યા સિક્યુરિટી ગાર્ડ્સ, ખેતી જોઈ આપ પણ ચોંકી ઊઠશો..!

સુરત : કામરેજના ખેડૂતે કરી એવી ખેતી કે, ખેતરની ફરતે રાખવા પડ્યા સિક્યુરિટી ગાર્ડ્સ, ખેતી જોઈ આપ પણ ચોંકી ઊઠશો..!
X

દક્ષીણ ગુજરાતના ખેડૂતોની ગણતરી આમ તો સમૃદ્ધ ખેડૂતોમાં થાય છે, પરંતુ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ખેડૂતે પોતાની બુદ્ધિમતાથી અન્ય ખેડૂતોની સમૃદ્ધીમાં વૃદ્ધિ થાય તેવી ખેતી કરી અન્ય ખેડૂતો માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આમ તો દક્ષીણ ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો શેરડીની ખેતી કરે છે. જેમાં મહેનત ઓછી અને પુરતો ભાવ પણ મળી રહે છે, પરંતુ સુરત જીલ્લામાં આવેલ કામરેજ તાલુકાના ખેડૂત વલ્લભ પટેલે વન વિભાગ સાથે જોડાયેલા પોતાના એક મિત્રની સલાહ લઇ પોતાની માંગરોળના ધામરોડ ખાતે આવેલી 35 એકર જમીનમાં લાલ ચંદનની ખેતી કરી છે. જોકે લાલ ચંદનનો પાક 25 વર્ષે પરિપૂર્ણ થાય છે અને વલ્લભ પટેલને ચંદનની ખેતી કર્યાના હાલ 13 વર્ષ થઇ ચુક્યા છે. આમ તો લાલ ચંદનની ખેતી મોટા ભાગે આંધ્ર પ્રદેશમાં થાય છે. જ્યાંની આબોહવા લાલ ચંદન માટે અનુકુળ હોય છે, પરંતુ વલ્લભ પટેલે સુરત જીલ્લામાં ચંદનની ખેતી કરીને દક્ષીણ ગુજરાતના અન્ય ખેડૂતો માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આયુર્વેદિક ઉપચાર અને દવાઓ બનાવવા માટે લાલ ચંદનના વૃક્ષનું લાકડું ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે લાલ ચંદનનો ઉપયોગ અગરબત્તી બનાવવામાં પણ થતો હોય છે. ચાઈના સહીતના અનેક દેશોમાં લાલ ચંદનની ખૂબ જ માંગ હોય છે. લાલ ચંદનનું લાકડું પ્રતિ કિલોએ 15 હજાર રૂપિયાના ભાવે મળે છે, ત્યારે આ લાકડું ખૂબ જ મોંઘુ હોવાના કારણે તેની તસ્કરી પણ ખૂબ થતી હોય છે.

જોકે, 25 વર્ષે લાલ ચંદનનો પાક પૂર્ણ થાય, ત્યારે એક વૃક્ષમાંથી આશરે 170થી 200 કિલો લાકડું મળી રહે છે. લાલ ચંદન અત્યંત કિંમતી હોવાના કારણે તેની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. વલ્લભ પટેલે પોતાની ઉજ્જડ અને વેરાન જમીનમાં લાલ ચંદનની ખેતીને વાતાવરણ અનુકુળ આવે છે કે, નહી તે જોવા માટે માત્ર 5 રોપાનું વાવેતર કર્યું હતું, ત્યારે 3 વર્ષની મહેનત બાદ તેઓને સફળતા મળી હતી. હાલ 35 એકર જમીનમાં ચંદનની ખેતીએ જંગલનું સ્વરૂપ ધારણ કર્યું છે. લાલ ચંદન કિંમતી હોવાના કારણે સુરક્ષા પણ એટલી જરૂરી છે, ત્યાતે ખેડૂતે ખેતરની ચારે તરફથી કમ્પાઉન્ડ કરી 24 કલાક સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યા છે. 25 વર્ષ બાદ એક વૃક્ષ લગભગ 10 લાખ રૂપિયાનું થશે એટલે કે, 15 હજાર વૃક્ષની કિંમત લાખોમાં નહિ પરંતુ કરોડો રૂપિયામાં થવા જશે તેમ છે, ત્યારે લાલ ચંદન જેવી લાભદાયક ખેતી તરફ અન્ય ખેડૂતો પણ વળે તેવી વલ્લભ પટેલે અપીલ કરી હતી.

Next Story