Top
Connect Gujarat

સુરત કાપોદ્રા ૧૭ લાખના હીરાની થઈ ચોરી બે આરોપી ઝડપાયા

સુરત કાપોદ્રા ૧૭ લાખના હીરાની થઈ ચોરી બે આરોપી ઝડપાયા
X

કાપોદ્રામાં મોહનનગર ડાયમન્ડ એસ્ટેટ વિભાગ-1માં જાનવી જેમ્સ નામના હીરાના કારખાનામાં ૪થી એપ્રિલે તિજોરી કાપીને ૧૭ લાખ રૂપિયાના હીરા ચોરનાર ટોળકીના બે આરોપીઓને કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તમામ ૧૭ લાખના હીરા કબજે કરીને તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. પરંતુ આરોપીઓએ ચોરી કેવી રીતે કરી તે જાણીને તમે પણ ચોકી ઉઠશો.

પોલીસ પકડમાં ઉભેલા આ બે એ જ આરોપીઓ છે કે જેઓએ એક ફિલ્મી સ્ટાઈલમાં આવી કાપોદ્રા વિસ્તારમાં ૧૭ લાખના હીરાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ૧૭ લાખના હીરા ચોરી આ બંને ચોરો ધૂમ સ્ટાઈલમાં ગાયબ થઇ ગયા હતા પરંતુ સુરત પોલીસે આખરે તેઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

મોટા વરાછા ખાતે સિલ્વર મેગ્જીમામાં રહેતા કિર્તીભાઈ રામજી ભીકડિયા હીરાનો વ્યવસાય કરે છે. તેમનું કાપોદ્રામાં ડાયમન્ડ એસ્ટેટ વિભાગ-૧માં જાનવી જેમ્સના નામે હીરાનું કારખાનું છે. પાંચ મી એપ્રિલે સવારે કિર્તી ભીકડિયા અને કારીગરો તથા મેનેજરો કારખાને પહોંચ્યા ત્યારે ચોરી વિશે ખબર પડી હતી. તસ્કરોએ રાત્રિ દરમિયાન કારખાનાના ગ્રીલના ત્રણ દરવાજા,લાકડાના દરવાજાના નકુચા તોડીને કારખાનામાં પ્રવેશ કર્યો હતો. તાળા દરવાજા પાસે અંદરના ભાગે મુકેલા હતા. કારખાનામાં ઘુસીને તસ્કરોએ તિજોરીને પાછળના ભાગેથી કટરથી કાપીને તેમાંથી પ્લાસ્ટીકની ડબ્બીઓમાંથી ૧૭ લાખ રૂપિયાની કિંમતના ૪૫૦૦ કેરેટના કાચા તથા તૈયાર હીરા ચોરી કર્યા હતા. ચોરાયેલા હીરાની કિંમત ૧૭ લાખ રૂપિયા હતી. કિર્તી ભીકડિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કારખાનાની બહાર થોડા અંતરે એક કારખાના પાસે લાગેલા સીસી કેમેરામાં ત્રણેક જણા ચોરી કરીને જતા દેખાતા હતા.તેમના ચહેરા સ્પષ્ટ દેખાતા હતા. તે ચહેરાને ભુતકાળમાં પકડાયા હોય એવા ચોરોના ચહેરા સાથએ સરખાવ્યા હતા. ૨૦૧૩માં વરાછામાં આ‌વી રીતે પાંચેક લાખ રૂપિયાની ચોરી કરનારા ચોરો સાથે ૧૭ લાખના હીરા ચોરી કરનારાઓના ચહેરા મળતા આવતા તેમની ઓળખ થઈ અને સરનામું મળ્યું હતું. તેના આધારે કાપોદ્રા પોલીસે ટોળકી પૈકી બે આરોપીઓ જગદીશ પોપટભાઈ ગોહિલ [રહે, ગામ રેવા, ભાવનગર], ભાવેશ નારાયણભાઈ ગલસાણીયા [રહે, લીલીયાગામ, અમરેલી]ની અટકાયત કરી છે. પોલીસે તમામ ૧૧ લાખના હીરા કબજે કરીને કાપોદ્રા પોલીસે મોટી સફળતા મેળવી છે.

ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી આરોપીઓએ સૌ પ્રથમ એમ્બ્રોડરી કારખાનાની બાજુમાં આવેલા હીરાના કારખાનાને ટાર્ગેટ કરતા હતા જેથી કોઈ અવાજ ના સંભળાય.. આ ઉપરાંત તિજોરી કેવી રીતે તોડવી તેની માહિતી તેઓ યુ ટ્યુબ પર મેળવતા હતા અને યુ ટ્યુબ પર વિડીયો જોઈ ઘટનાને અંજામ આપતા હતા પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા કાપોદ્રા અને દામનગર પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો આ ઉપરાંત આરોપીઓ વરાછાના બે અને સોનગઢ પોલીસ મથકમાં પણ ઝડપાઈ ચુક્યા છે

ઉલ્લેખનીય છે કે માત્ર યુ ટ્યુબ પર વિડીયો જોઈ ૧૭ લાખના હીરા ચોરીની ઘટનાને અંજામ આપવા આરોપીઓ સફળ તો રહ્યા હતા પરંતુ આખરે શોર્ટકટમાં રૂપિયા કમાવવાની લાલચે આખરે તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે ત્યારે આવી લાલચ આવી ગુનાને અંજામ આપતા પહેલા ગુનેગારોએ સો વાર વિચાર અવશ્ય કરવો જોઈએ.

Next Story
Share it