Connect Gujarat
ગુજરાત

સુરત : કતારગામ વિસ્તારમાં અસલી પોલીસે ફોડયો નકલી પોલીસનો ભાંડો

સુરત : કતારગામ વિસ્તારમાં અસલી પોલીસે ફોડયો નકલી પોલીસનો ભાંડો
X

સુરતમાં નકલી પોલીસ બનીને ફરતાં બે યુવાનો અસલી પોલીસના હાથે ચડી ગયાં છે. પોતે દીલ્હી પોલીસના કર્મચારીઓ હોવાનું જણાવતાં બંને યુવાનો અસલી પોલીસની પૂછપરછમાં ભાંગી પડયાં હતાં અને તેમનો ભાંડો ફૂટી ગયો હતો.

સુરતમાં એક બાદ એક ભેજાબાજો પોતાના નાકામ મનસુબા પાર પાડવા માટે અવનવા કીમીયા અજમાવી રહયાં છે. ત્યારે સુરતમાં નકલી પોલીસ બનીને ફરતા બે યુવાનોની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. ગતરોજ મોડી રાત્રી દરમિયાન પોલીસનો સ્ટાફ અમરોલીના જુના જકાતનાકા પાસે વાહન ચેકિંગમાં હતા. જે દરમિયાન ત્યાંથી મોટર સાઇકલ પર પસાર થતા પીએસઆઇના ડ્રેસમાં રહેલા વ્યકિતને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે પોતે દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા હોવાનું જણાવતા કતારગામ પોલીસને વધુ શંકા ગઈ હતી...

પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરતા નકલી પોલીસ બની ફરતા હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં પોતે પહેરેલી પોલીસની વર્દી તેના નકલી પોલીસ કોન્સ્ટેબલ મિત્રએ આપી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે બંને નકલી પોલીસની ધરપકડ કરી તેમની પાસેથી પીએસઆઇ ની વર્દી ,કમરબંધ પટ્ટો સહિત પાંચ જેટલા બનાવટી ઓળખ કાર્ડ પણ જપ્ત કર્યા હતા.તેઓએ નકલી પોલીસ બની કોઇ ગુનાહીત પ્રવૃતિ કરી છે કે નહિ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story