Connect Gujarat

સુરત : ખંભાતના તોફાનોમાં હિન્દુ અધિકાર મંચના નેતાની ખોટી રીતે સંડોવણી, કલેક્ટર કચેરીએ પાઠવાયું આવેદન

સુરત : ખંભાતના તોફાનોમાં હિન્દુ અધિકાર મંચના નેતાની ખોટી રીતે સંડોવણી, કલેક્ટર કચેરીએ પાઠવાયું આવેદન
X

ખંભાત ખાતે CAAના સમર્થનમાં નીકળેલી રેલી દરમ્યાન કાંકરીચાળો અને બાદમાં ફાટી નીકળેલા તોફાનોમાં હિન્દુ અધિકાર મંચના નેતાની ખોટી રીતે સંડોવણી બતાવી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જે સંદર્ભએમાં સુરત હિન્દુ અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ CAAનો ક્યાંક સમર્થન જોવા મળી રહ્યો છે, તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલમાં જ થોડા દિવસ અગાઉ ખંભાત ખાતે CAAના સમર્થનમાં રેલી નિકળી હતી. તે દરમ્યાન રેલીમાં અચાનક કાંકરીચાળો થતા તોફાનો ફાટી નીકળ્યા હતા. જ્યાં સમગ્ર મામલાને થાળે પાડ્યા બાદ પોલીસ દ્વારા તોફાનકારો સામે કાર્યવાહીનો દૌર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા તોફાનમાં હિન્દુ અધિકાર મંચના નેતાનું ખોટી રીતે સંડોવણીમાં નામ બતાવી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો આક્ષેપ સુરત હિન્દુ અધિકાર મંચ દ્વારા કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story
Share it